Site icon

Scholarship Scheme: લઘુમતી શિષ્યવૃત્તિમાં કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો.. 25.5 લાખ અરજદારોમાંથી 26% નીકળ્યા બોગસ: અહેવાલ.. જાણો વિગતે અહીં…

Scholarship Scheme: વર્ષ 2023 માટે લઘુમતી બાબતોના મંત્રાલયની લઘુમતી શિષ્યવૃત્તિ યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યો દ્વારા 25.5 લાખ અરજદારોની ચકાસણી કરવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આધાર આધારિત બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન 6.7 લાખથી વધુ અરજદારો નકલી હોવાનું જણાયું હતું…

Scholarship Scheme Shocking revelations in minority scholarship scam.. 26% of 25.5 lakh applicants turned out to be bogus report

Scholarship Scheme Shocking revelations in minority scholarship scam.. 26% of 25.5 lakh applicants turned out to be bogus report

News Continuous Bureau | Mumbai

Scholarship Scheme: વર્ષ 2023 માટે લઘુમતી બાબતોના મંત્રાલયની ( Ministry of Minority Affairs ) લઘુમતી શિષ્યવૃત્તિ યોજના ( Minority Scholarship Scheme )  માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યો દ્વારા 25.5 લાખ અરજદારોની ચકાસણી કરવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આધાર આધારિત બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન 6.7 લાખથી વધુ અરજદારો નકલી હોવાનું જણાયું હતું. તમને જણાવી દઈએ કે 1 લાખથી વધુ સંસ્થાકીય નોડલ ઓફિસર્સ ( INO ) અને સમાન સંખ્યામાં સંસ્થાઓના વડાઓ ( HOIs ) એ અરજીઓની ચકાસણી કરી હતી. તેમાંથી, બાયોમેટ્રિક ચકાસણી દરમિયાન 5,422 INO અને 4,834 HOI ગુમ રહ્યા હતા.

Join Our WhatsApp Community

ચકાસણી ( Verification ) પૂર્ણ કર્યા પછી, મંત્રાલય દ્વારા કુલ 18.8 લાખ અરજદારોની ચકાસણી કરી શકાશે.તપાસમાં સામે આવ્યું છે કે 2022-23માં રિન્યુઅલ મેળવનારા 30% અરજદારો નકલી હોવાનું જાણવા મળ્યું છે.2021-22માં મંત્રાલયને 30 લાખ અરજીઓ મળી હતી, જેમાંથી 9.1 લાખ નવીકરણ માટે હતી.

તમને જણાવી દઈએ કે આ શિષ્યવૃત્તિ સંસ્થાકીય નોડલ અધિકારી દ્વારા ચકાસણી, જિલ્લા સ્તરે નોડલ લઘુમતી અધિકારી દ્વારા મંજૂરી અને યોગ્ય તપાસ પછી આપવામાં આવે છે. DBT દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં પૈસા આપવામાં આવે છે.

આ મામલામાં સીબીઆઈને ( SBI ) છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવશે…

આ મામલામાં સીબીઆઈને છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવશે. આ કેન્દ્રીય તપાસ એજન્સી પહેલેથી જ લઘુમતી શિષ્યવૃત્તિઓમાં ગંભીર ગેરરીતિઓના આરોપોની તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Exit Poll Results 2023: શું 30 વર્ષનો ટ્રેન્ડ બદલાશે? રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર… જાણો શું કહે છે એક્ઝિટ પોલના આંકડા.

TOIના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધાયેલ 21 રાજ્યોમાંથી 1,572 લઘુમતી સંસ્થાઓની તપાસમાં બહાર આવ્યું છે કે તેમાંથી 830 નકલી લાભાર્થીઓ હતા. આ પછી મંત્રાલયને સીબીઆઈને તપાસ સોંપવાની ફરજ પડી હતી. 2017-18 થી 2021-22 વચ્ચે આ સંસ્થાઓ દ્વારા નોંધાયેલા લાભાર્થીઓને વિવિધ શ્રેણીઓમાં આશરે રૂ. 145 કરોડ શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવ્યા હતા.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ની તપાસમાં સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મંત્રાલયે જુલાઈમાં જાહેર ભંડોળની કથિત ઉચાપતનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો, પરંતુ ડેટાબેઝની તપાસ ચાલુ રાખી હતી. 2022-23 માટે અરજદારોની વાસ્તવિકતા ચકાસવા માટે એક ખાસ ડ્રાઇવ હેઠળ બાયોમેટ્રિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

Wagah Border: પાકિસ્તાને આટલા ભારતીય હિન્દુ શ્રદ્ધાળુઓને વાઘા બોર્ડર પર રોક્યા, શીખો સાથે જવાની ન આપી મંજૂરી
Team India: ઢોલ-નગારા સાથે ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’નું દિલ્હીમાં ગ્રાન્ડ વેલકમ! વિજય બાદ PM મોદીને મળવા પહોંચી ટીમ ઇન્ડિયા, રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ.
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ‘હાઇડ્રોજન બોમ્બ’: ‘હરિયાણામાં ૨૫ લાખ વોટની ચોરી, બિહારમાં પણ એવું જ થશે’, વિપક્ષે કર્યા સૌથી મોટા આક્ષેપ.
Mirzapur train accident: મિર્ઝાપુરમાં કરુણ દુર્ઘટના: ચૂનાર રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા આટલા લોકોના દર્દનાક મોત,
Exit mobile version