ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
આઠ રાજ્યોના વાલીઓએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, ખાનગી શાળાઓમાં ફી માટેના કડક નિયમો બનાવવા રાજ્ય સરકારોને નિર્દેશો આપવામાં આવે, એવી વિનંતી કરી હતી. આ અરજીમાં માંગ કરી છે કે ખાનગી સહાય વિનાની કે સહાય લેતી શાળાઓને, એપ્રિલથી શરૂ થયેલા ત્રણ મહિનાના સમયગાળા માટે અથવા શારીરિક ધોરણે વર્ગો શરૂ ન થાય ત્યાં સુધી, કોઈપણ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં ન આવે એવો હુકમ આપવા કહ્યું હતું, કારણકે મોટાભાગની શાળાઓ કોરોના સમય દરમ્યાનની ફી પણ વસૂલી રહયાં છે. સાથે દાવો કરયો હતો કે ઘણી શાળાઓ ઓનલાઇન વર્ગો માટે વધારાની ફી લે છે. તે પણ સુનિશ્ચિત કરવામાં આવે..
આમ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોનાં માતા-પિતા ના સંગઠનો દ્વારા દાખલ કરેલી અરજીને મંજૂરી આપી છે, તેમજ ફી ન ભરવાને કારણે કોઈપણ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રાખવા અને શાળાઓમાં ઓનલાઇન વર્ગો પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, ઓરિસા, મહારાષ્ટ્ર વગેરે. અરજી દાખલ કરવામાં આવી છે. આ રાજ્યમાં માતા-પિતાનાં સંગઠનોએ ભેગા મળીને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેની આજે સુનાવણી થઈ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
