ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓની લગામ કસી નાખી છે. વાત એમ છે કે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ શાળાઓને આદેશ આપ્યો હતો કે તેમણે પોતાની ફી 30% ઘટાડવી પડશે. આ આદેશના અનુસંધાને પ્રાઇવેટ શાળાના એસોસિયેશને સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશન એક બેન્ચ સામે આવી હતી. આર્ગ્યુમેન્ટ થઇ ગયા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવ્યો છે કે કોઈ પણ શાળા એ ફી ન લઈ શકે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ ન કર્યો હોય.
મુંબઈ શહેરમાં બહુ જલદી હાઉસિંગ સોસાયટીઓ માં વેક્સિનેશન થશે. આ રીતે સોસાયટીનું રજીસ્ટ્રેશન ચાલુ છે.
ઉચ્ચ કોર્ટ એ કહ્યુ કે શાળાએ લોકડાઉનના સમયે વિજળી, પાણી પેટ્રોલ સ્ટેશનરી અને દેખરેખની કિંમત બચાવી છે આ બચત 15 ટકાની આસપાસ બેસે છે. તેથી વિદ્યાર્થીઓથી આ પૈસા વસૂલવા શિક્ષાના વ્યવસાયીકરણ કરવુ જેવો હશે. જસ્ટિસ એએમ ખાન વિલ્કરનની પીઠએ આદેશ આપ્યો છે કે ફી 5 ઓગસ્ટ 2021 સુધી લેવાશે અને ફી નહી આપતા પર 10મા અને 12મા ના વિદ્યાર્થીઓનો પરિણામ નહી રોકી શકે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા થી પણ નહીં રોકી શકાય.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે વાલીઓ પાસે ભરવા માટે પૈસા નથી તો તે કારણથી વિદ્યાર્થીના શિક્ષણ પર કોઈ અસર ન પડવો જોઈએ.
આમ હવે સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી જવાથી એક પણ શાળા એ પૈસા નહિ ઉઘરાવી શકે જે પૈસા સામાન્ય રીતે લઈ રહી હતી.