Site icon

આ એરલાઇન ની ફ્લાઈટમાં બની વિચિત્ર ઘટના, વીંછીએ મહિલાને માર્યો ડંખ, પેસેન્જર્સ ટેન્શનમાં…

નાગપુર મુંબઈની ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જરને વીંછીએ ડંખ માર્યો હતો. જેના કારણે મુસાફરને પીડાનો સામનો કરવો પડ્યો

Scorpion bites woman passenger onboard Air India flight

આ એરલાઇન ની ફ્લાઈટમાં બની વિચિત્ર ઘટના, વીંછીએ મહિલાને માર્યો ડંખ, પેસેન્જર્સ ટેન્શનમાં…

News Continuous Bureau | Mumbai

વિમાનમાં સાપ, માંકડ, ઉંદર એટલું જ નહીં પક્ષીઓ પણ જોવા મળ્યા છે, પરંતુ કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે કોઈ પેસેન્જરને વીંછીએ ડંખ માર્યો હોય. આ ઘટના બીજે ક્યાંય નહીં પણ આપણા ભારતમાં જ બની છે. આ ઘટના 23 એપ્રિલે બની હતી.

Join Our WhatsApp Community

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરો પેશાબ કાંડની ઘટનાઓ સામે આવી છે, આ દરમિયાન નાગપુર મુંબઈની ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જરને વીંછીએ ડંખ માર્યો હતો. જેના કારણે મુસાફરને પીડાનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા પ્રશાસને મહિલા મુસાફરને હોસ્પિટલમાં તબીબી સારવાર પૂરી પાડી હતી.

એરલાઇન નિવેદન

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, “23 એપ્રિલ, 2023ના રોજ, અમારી ફ્લાઈટ AI 630 પર એક મુસાફરને વીંછીએ ડંખ મારવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. પ્લેન લેન્ડ થતાની સાથે જ મહિલા પેસેન્જરને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઉતરાણ વખતે, એરપોર્ટ પર ડૉક્ટર દ્વારા આ મુસાફરની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર આપીને રજા આપવામાં આવી હતી. એર ઈન્ડિયાના અધિકારીઓ પેસેન્જરની સાથે હોસ્પિટલમાં ગયા અને જ્યાં સુધી પેસેન્જરને રજા ન મળે ત્યાં સુધી તમામ શક્ય મદદની ઓફર કરી.

આ સમાચાર પણ વાંચો : માત્ર 5 વર્ષમાં AI માનવ મગજની સમકક્ષ થશે, ત્યારે કેવું વાતાવરણ નિર્માણ થશે?

ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી, આ પહેલાં પણ આવી જ એક વિચિત્ર ઘટના બની હતી. ગલ્ફ ઈન્ડિયા ફ્લાઈટના કોકપીટમાં ગયા વર્ષે જુલાઈ મહિનામાં એક પક્ષી જોવા મળ્યું હતું. ગયા ડિસેમ્બરમાં એક ભારતીય કેરિયરની ફ્લાઈટના કાર્ગોમાં સાપ મળ્યો હતો. આ પ્લેન કાલીકટથી દુબઈના રસ્તે જઈ રહ્યું હતું. જો કે, ઉંદર તો અનેકવાર ફ્લાઈટમાં જોવા મળી ચૂક્યા છે.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version