Site icon

Seema Haider: સીમા હૈદરેની સાચી ઉંમરનો થયો ખુલાસો…. જાણો ઉંમરમાં કેટલી કરી હતી હેરફેર.. સચિનની ઉંમર પણ જણાવી…

Seema Haider: પાકિસ્તાની સીમા હૈદરે પોતાની સાચી ઉંમરનો ખુલાસો કર્યો હતો. સીમાએ જણાવ્યું કે તેના પિતાએ તેની ઉંમર 6 વર્ષ ઓછી લખી છે. સીમાના કહેવા પ્રમાણે તે 27 વર્ષની છે. જ્યારે સચિન 23 વર્ષનો છે.

Seema Haider: 'Come madam, my door is open for you', Seema Haider gave an open challenge to Mithilesh Bhatti

Seema Haider: 'Come madam, my door is open for you', Seema Haider gave an open challenge to Mithilesh Bhatti

  News Continuous Bureau | Mumbai 

Seema Haider: પાકિસ્તાની (Pakistan) સીમા હૈદર (Seema Haider) ને લઈને ભારત (India) માં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા લોકો માને છે કે તે જાસૂસ છે. જોકે, એટીએસ (ATS) ની પૂછપરછમાં હજુ સુધી સીમાને જાસૂસ ગણાવવા માટે કંઈ મળ્યું નથી. આ દરમિયાન સીમા હૈદરની જાતિ, ધર્મ અને ઉંમરને લઈને પણ નવી ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો ખાસ કરીને સીમા હૈદરની સાચી ઉંમર જાણવા માંગે છે.

Join Our WhatsApp Community

ઉંમર વિશે લોકોની ઉત્સુકતાનું એક કારણ એ પણ છે કે સીમાને ચાર બાળકો છે. સીમા હૈદર પાસે મળેલા પાકિસ્તાની પાસપોર્ટમાં તેની જન્મ તારીખ 1 જાન્યુઆરી, 2002 દર્શાવવામાં આવી છે. તે મુજબ સીમા હૈદરની ઉંમર 21 વર્ષની હોવાનું બહાર આવી રહ્યું છે. હવે ચર્ચા થઈ રહી છે કે 21 વર્ષની ઉંમરે તેને ચાર બાળકો થયા અને પછી સચિન પ્રત્યે એવો પ્રેમ કે તે ભારત આવી ગઈ.

 સીમા હૈદરે પોતે પોતાની અસલી ઉંમરનો ખુલાસો કર્યો હતો

સીમા હૈદરે પોતે પોતાની અસલી ઉંમરનો ખુલાસો કર્યો છે. સીમા હૈદરે કહ્યું કે તેના પિતાએ તેની ઉંમર 6 વર્ષ ઓછી લખી છે. સીમા હૈદરના કહેવા પ્રમાણે, તે 27 વર્ષની છે. તેમણે જણાવ્યું કે ચારમાંથી એક બાળકની ઉંમર પણ એક વર્ષ ઓછી લખવામાં આવી છે. લગે હાથ સીમા હૈદરે તેના પ્રેમી સચિનની ઉંમર પણ જણાવી હતી. સીમાના જણાવ્યા અનુસાર સચિન (Sachin) ની ઉંમર 23 વર્ષ છે.

  ‘મેં પણ કરવાચૌથ વ્રત રાખ્યુ હતું..

સીમા હૈદરે જણાવ્યું કે તે એક વર્ષ પહેલા જ હિંદુ ધર્મ અપનાવી ચૂકી છે. તેણે કહ્યું, “તમે મારા જૂના વીડિયો જુઓ, હું સિંદૂર લગાવું છું. મેં પણ કરવાચૌથનું વ્રત રાખ્યું છે. સીમા હૈદરે કહ્યું કે તેને મેંદી લગાવવી અને સુહાગન વાલા ચૂડા પહેરવાનું પણ પસંદ છે. તેણે જણાવ્યું કે પાકિસ્તાનમાં તેની એક હિંદુ સખી પણ છે. જેનું નામ સોનમ છે. જ્યારે સોનમ કાલી માતાના મંદિરે જતી ત્યારે સીમા પણ ત્યાં જવા માંગતી હતી. તેને પૂજાનો ખૂબ શોખ હતો. તેથી જ તે માંસાહારીમાંથી શાકાહારી બની ગઈ અને મંદિરમાં પૂજા કરતી.

આ સમાચાર પણ વાંચો :  Tehelka Sting Case: પૈસા પાછા આવી શકે છે, ખોવાયેલ પ્રતિષ્ઠા નહી.. તહેલકાના તરુણ તેજપાલને નકલી સ્ટીંગ કેસમાં મળી હાર.. સેનાના અધિકારીને 2 કરોડનુ વળતર.. જાણો શું છે આ મામલો….

 સીમા રિંદ સમુદાયની મુસ્લિમ છે

તમને જણાવી દઈએ કે, સીમાના મેરેજ સર્ટિફિકેટ પરથી જાણવા મળ્યું છે કે તે રિંદ સમુદાયની મુસ્લિમ (Rind Muslim community) છે. ગુલામ રઝાની પુત્રી સીમા મૂળ પાકિસ્તાનના ખૈરપુર મીર જિલ્લાની છે. રિંડ એક બલૂચ જાતિ છે, જે મુખ્યત્વે ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં રહે છે. બલોચ લોકવાયકા મુજબ, આ જાતિની સ્થાપના મીર જલાલ ખાનના ચાર પુત્રોમાંના એક રિંદ ખાને કરી હતી.

નોંધનીય છે કે સીમા હૈદરની 4 જુલાઈના રોજ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે સચિનની પણ ગેરકાયદેસર સ્થળાંતર કરનારને આશ્રય આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન 7 જુલાઈએ બંનેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરા વિસ્તારમાં સચિનના ઘરે રહે છે. પરંતુ સીમા હૈદર કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી છે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version