Site icon

Seema Haider: સીમા હૈદરના કેસમાં આવ્યો હવે નવો વળાંક, પાકિસ્તામાં રહેલા પહેલા પતિએ પોતાના બાળકોને પાછા લેવા શોધી કાઢ્યો આ રસ્તો..

Seema Haider's case has now taken a new turn, the first husband in Pakistan found this way to get back his children

Seema Haider's case has now taken a new turn, the first husband in Pakistan found this way to get back his children

News Continuous Bureau | Mumbai 

Seema Haider: સીમા હૈદરના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોતાના પ્રેમી સાથે રહેવા માટે 2023માં ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારત આવેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરના પહેલા પતિએ ( Ex Husband ) હવે ઘણા મહિનાઓ પછી સીમાની મુશ્કેલી વધારી દીધી છે. સીમા હૈદરના પૂર્વ પતિએ તેમના બાળકોને ( Children ) પાછા લાવવામાં મદદ કરવા માટે એક ભારતીય વકીલની ( Indian lawyer )  નિમણુંક કરી છે. એક ટોચના માનવાધિકાર કાર્યકર્તાએ શુક્રવારે કરાચીમાં ( Karachi ) આ માહિતી આપી હતી. સિંધ પ્રાંતના જેકોબાબાદની રહેવાસી સીમા હૈદર ગયા વર્ષે મે મહિનામાં પોતાના બાળકો સાથે નેપાળ થઈને ભારત જવા માટે કરાચીમાં પોતાનું ઘર છોડીને નીકળી હતી. 

નોંધનીય છે કે, સીમા જુલાઈમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે અધિકારીઓને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ( Greater Noida ) વિસ્તારમાં ભારતીય નાગરિક (હવે તેના પતિ) સચિન મીના ( Sachin Meena ) સાથે રહેવાની માહિતી મળી હતી. જેમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સીમા મીનાના બાળકની માતા બનવા જઈ રહી છે. ત્યારે ટોચના પાકિસ્તાની વકીલ અને માનવાધિકાર કાર્યકર્તાએ એક મિડીયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે ( Ghulam Haisder  ) તેમના ચાર બાળકોની કસ્ટડી મેળવવામાં મદદ માટે તેમનો સંપર્ક કર્યો છે. “યોગ્ય પ્રક્રિયા પછી, અમે એક ભારતીય વકીલ, અલી મોમીનની સેવાઓ રોકી છે અને ભારતીય અદાલતોમાં કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે પાવર ઓફ એટર્ની પણ મોકલી દીધી છે. માનવાધિકાર કાર્યકર્તાએ પાકિસ્તાનમાં એક ટ્રસ્ટ ચલાવે છે, જે ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોની રિકવરી માટે કામ કરે છે.  

  આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સગીર બાળકોના ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ છે

સીમા હૈદર ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તે તેના બોયફ્રેન્ડ સચિન મીના સાથે ભારતમાં રહેવા લાગી હતી. સીમાને PUBG મોબાઈલ ગેમ રમવા દરમિયાન સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો અને પછી તેણે સચિન પાસે જવાનું નક્કી કર્યું હતું. સીમા યુએઈ અને નેપાળ થઈને ભારત આવી ત્યારે તેનો પહેલો પતિ સાઉદી અરેબિયામાં કામ કરતા હતો. એક ઈન્ટરવ્યુમાં સીમાએ કહ્યું હતું કે તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે અને પાકિસ્તાન પરત ફરવાનો ઈન્કાર કરી દીધો છે. સીમાનો દાવો છે કે તેના બાળકોએ પણ હિંદુ ધર્મ અપનાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Local Mega Block: મુંબઈકર રવિવારે ફરવા જવાનું આયોજન છે? તો વાંચો આ સમાચાર, રેલવેની આ લાઈન પર રહેેશે મેગા બ્લોક…

માનવાધિકાર કાર્યકર્તાએ વઘુમાં કહ્યું હતું કે, ગુલામ હૈદરનો કેસ મજબૂત છે, કારણ કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સગીર બાળકોના ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે સીમા ત્યાં (ભારત) સ્થાયી હોવા છતાં, તેમના બાળકો પાકિસ્તાની નાગરિક છે અને સગીર વયના છે, તેમના પર પિતાનો સંપૂર્ણ અધિકાર છે.

તેમજ ગુલામ હૈદરને તેની પત્ની પાસેથી કંઈ જોઈતું નથી પરંતુ તે માત્ર તેના બાળકોને પાકિસ્તાન પરત લાવવા માંગે છે. આ અંગે ભારતમાં, સીમા હૈદર અને સચિન મીનાના કાનૂની પ્રતિનિધિ, વકીલ એપી સિંઘે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “અમે આવા કોઈ અપડેટ વિશે જાણતા નથી. જ્યારે અમને તેના વિશે સત્તાવાર રીતે જાણ થશે, ત્યારે અમે જવાબ આપીશું.”

Exit mobile version