Site icon

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સમર્થનમાં આવ્યા હવે આ મઠના શંકરાચાર્ય.. રામ મંદિરને લઈને કરશે આટલા દિવસનો વિશેષ યજ્ઞ..

Ram Mandir: ચાર મુખ્ય પીઠના શંકરાચાર્ય જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહાત્સોવ માટે એકમત નથી. એવામાં હવે કાંચી કામકોટીના શંકરાચાર્યે આ મહાત્સોવને સમર્થન આપ્યું છે.

Shankaracharya Vijayendra Saraswati Swamigal came in support of Ram Mandir Pran Pratishtha In Ayodhya, Now they will perform a special Yajna for this day with the Ram Mandir

Shankaracharya Vijayendra Saraswati Swamigal came in support of Ram Mandir Pran Pratishtha In Ayodhya, Now they will perform a special Yajna for this day with the Ram Mandir

News Continuous Bureau | Mumbai

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને લઈને ચાર મુખ્ય પીઠોના શંકરાચાર્ય ( Shankaracharya ) એકમત હોય તેવું લાગતું નથી. તેમજ ગોવર્ધન પીઠના જ્યોતિષ અને શંકરાચાર્ય આ સમારોહનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે શૃંગેરી મઠના શંકરાચાર્ય આ કાર્યક્રમને સમર્થન આપતા જોવા મળે છે. કાંચી કામકોટી પીઠ, જે આ ચાર મુખ્ય પીઠોથી અલગ ચાલે છે. હવે તેના શંકરાચાર્ય રામ મંદિરના સમર્થનમાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, તમિલનાડુના કાંચીપુરમમાં કાંચી કામકોટી મઠના ( Shri Kanchi Kamakoti Peetham   ) શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલે ( Vijayendra Saraswati Swamigal )  શુક્રવારે (12 જાન્યુઆરી) જણાવ્યું હતું કે પીઠ કાશીના યજ્ઞશાળા મંદિરમાં 22 જાન્યુઆરીના પ્રસંગને ચિહ્નિત કરવા માટે 40 દિવસીય પૂજા વિધિનું આયોજન કરશે. આ પૂજા વિધિ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસથી શરુ થશે અને 40 દિવસ સુધી ચાલશે.

શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલે વધુમાં કહ્યું હતું કે, “ભગવાન રામના આશીર્વાદ સાથે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ( Ayodhya ) યોજાશે. કાશીમાં અમારી યજ્ઞશાળામાં પણ આ ભવ્ય કાર્યક્રમ સાથે 40 દિવસ સુધી વિશેષ પૂજા યોજાશે. જેમાં 100 થી વધુ વિદ્વાનો આ યજ્ઞશાળામાં ( Yajna )  પૂજા અને હવન કરશે

પીએમ સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને સંકુલોના વિકાસ પર ભાર આપી રહ્યા છે: કાચી કામકોટી પીઠ…

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Narendra Modi ) વખાણ કરતા તેમણે કહ્યું હતું કે પીએમ સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને સંકુલોના વિકાસ પર ભાર આપી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Megablock: મુંબઈકર રવિવારે લોકલ ટ્રેનમાં પ્રવાસનું વિચારી રહ્યા છો.. તો ઘરેથી નિકળતા પહેલા વાંચો રવિવારનું સંપુર્ણ મેગા બ્લોક શેડ્યુલ..

અયોધ્યામાં આ ભવ્ય મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લાલાની મૂર્તિને સ્થાપન કરવાનો નિર્ણય લીધો છે. અયોધ્યામાં રામ લાલાના અભિષેક સમારોહ માટે વૈદિક વિધિ એક સપ્તાહ અગાઉ 16 જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે.

કાંચી કામકોટી પીઠ કોણ છે? અત્યાર સુધી ચાર આદિ પીઠ અને ચાર શંકરાચાર્યની જ વાત થતી હતી, પરંતુ અચાનક જ આ નવા શંકરાચાર્યનું નામ સામે આવતા ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આ પાંચમો મઠ અને શંકરાચાર્ય કોણ છે.

વાસ્તવમાં, આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મના રક્ષણ અને પ્રસાર માટે દેશની ચારે દિશામાં ચાર પીઠોની સ્થાપના કરી હતી. ચાર પીઠના વડાને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ ચાર મુખ્ય મઠ છે દ્વારકા, જ્યોતિષા, ગોવર્ધન અને શૃંગેરી પીઠ, પરંતુ તમિલનાડુની કાંચી કામકોટી પીઠ પણ એક મહાપીઠ હોવાનો દાવો કરે છે અને અહીંના શંકરાચાર્ય પણ પોતાને બીજા ચાર શંકરાચાર્યની જેમ જ માને છે, પરંતુ ચાર મુખ્ય પીઠ કાંચી કામકોટી પીઠને આદિ પીઠ માનતા નથી કે ન તો ચાર પીઠ કામકોટીના શંકરાચાર્યને, શંકરાચાર્ય તરીકે માને છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Exit mobile version