Site icon

શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
         ગુરુવારે રાત્રે ભૂતપૂર્વ લોકસભા અધ્ય્ક્ષ સુમિત્રા મહાજનના નિધનની અફવાથી ગોટાળો નિર્માણ થયો હતો. જયારે આ ગોટાળો કોંગ્રેસ પાર્ટીના ખાસદાર શશી થરૂરના એક ટ્વિટ દ્વારા થયો હતો.


     વાત જાણે એમ છે કે, સુમિત્રા મહાજનને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત હોવાની શંકાથી દાખલ કરાયા હતા. જ્યાં એમનો ઈલાજ ચાલી રહ્યો છે. એ સમાચારના આધારે વાતની સચ્ચાઈ જાણ્યા વગર કોંગ્રેસના નેતા શશી થરૂરે સુમિત્રા મહાજનનને શ્રદ્ધાંજલિ આપતું એક ટ્વિટ કયું. જે પછીથી સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયુ હતું. ત્યારબાદ સ્થાનિક નેતા અને સુમિત્રા મહાજનના નિકટજનો દ્વારા થયેલા ખુલાસાને કારણે તેમના મૃત્યુની વાત એક અફવા પુરવાર થઇ હતી. જોકે શશી થરૂરના આ ટ્વિટ બાદ ટોળામાંના ઘેંટાની જેમ એકપછી પછી એક નેતાએ રિટ્વિટ કરીને સુમિત્રા મહાજનને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ ભાજપના નેતાઓએ આ સમાચારને ન માનતા ટ્વિટ
ડિલીટ કરવાની માંગણી કરી હતી. ભાજપના નેતાઓની આ માંગણી બાદ શશી થરુરે ટ્વિટ ડિલીટ કર્યું હતું.

Join Our WhatsApp Community

ભારત માટે બે વખત ઓલિમ્પિકમાં મેડલ જીતનાર કુસ્તીબાજ સુશીલ કુમાર ઓલમ્પિક માં નહીં જઈ શકે. કેમ? જાણો અહીં….

       ઉલ્લેખનીય છે કે, ગુરુવારે કોરોના સંક્રમિત હોવાની શંકાથી હોસ્પિટલમાં એડમિટ કરાયેલા સુમિત્રા મહાજનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version