Site icon News Continuous Bureau | Mumbai

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.

Shashi Tharoor Convoy Attack:મલપ્પુરમના વાંડૂરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બની ઘટના; સાંકડા રસ્તે વાહન હટાવવા બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું

Shashi Tharoor’s Convoy Attacked in Kerala: Gunman and Driver Beaten; Police Arrest One Suspect

Shashi Tharoor’s Convoy Attacked in Kerala: Gunman and Driver Beaten; Police Arrest One Suspect

News Continuous Bureau | Mumbai

Shashi Tharoor Convoy Attack: કેરળના મલપ્પુરમ જિલ્લાના વાંડૂર વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના કાફલા પર હુમલો થવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ હિંસક ઘટનામાં સાંસદના ગનમેન અને ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધીને એક આરોપીની અટકાયત કરી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

Join Our WhatsApp Channel

ચૂંટણી પ્રચાર માટે જતી વખતે રસ્તામાં સર્જાયો વિવાદ

ઘટના શુક્રવારે સાંજે લગભગ ૭:૩૦ વાગ્યે ચેલ્લીથોડ પાસેના થિરૂવાલી વિસ્તારમાં બની હતી. શશિ થરૂર કોંગ્રેસના નેતા એ.પી. અનિલ કુમારના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે વાંડૂર જઈ રહ્યા હતા. વાંડૂર પોલીસના જણાવ્યા અનુસાર, એક સાંકડા રસ્તા પર પુલ પાસે ટ્રાફિકને કારણે રૂકાવટ હતી. જ્યારે થરૂરના ગનમેન રતીશ કે.પી.એ આગળના વાહનને ઝડપથી ચલાવવા માટે કહ્યું, ત્યારે બે વાહનોમાં સવાર પાંચ લોકોના જૂથે કાફલાને રોકી લીધો હતો.

આ સમાચાર પણ વાંચો: Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.

ગનમેન અને ડ્રાઈવર પર હુમલો; રાજકીય દુશ્મનીની પણ તપાસ

જ્યારે ગનમેને રસ્તો સાફ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ ગનમેન અને ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બંનેને ઈજાઓ પહોંચી છે. ગનમેન રતીશે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ અત્યારે એ પાસાની પણ તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળ કોઈ રાજકીય દુશ્મની કે સુનિયોજિત કાવતરું તો નથી ને.

એક આરોપી કસ્ટડીમાં, અન્યની ઓળખ થઈ ગઈ

વાંડૂર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા શુક્રવારે મોડી રાત્રે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બાકીના ચાર આરોપીઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાંસદ શશિ થરૂર આ ઘટનામાં સુરક્ષિત છે, પરંતુ વરિષ્ઠ નેતાના કાફલા પર થયેલા આ હુમલાથી કેરળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version