Site icon

Shocking incident: રેલવે ટ્રેક પર Reels બનાવવી આ શખ્સને પડી ભારે: ધડામ દઇને ટ્રેને ઉડાડી દીધો, પછી થયું આ….જુઓ વિડીયો.. વાંચો અહીં..

Shocking incident: દેશમાં ઇન્ટરનેટ પર રીલ બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. આજના સમયમાં યુવાનોમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સનો ક્રેઝ છે અને લોકોમાં રીલ બનાવવાની સતત હરીફાઈ ચાલી રહી છે.

Shocking incident: Making reels on the railway track is hard for these people: they blow up the train, get killed.. Watch Video..

Shocking incident: Making reels on the railway track is hard for these people: they blow up the train, get killed.. Watch Video..

News Continuous Bureau | Mumbai 

Shocking incident: દેશમાં ઇન્ટરનેટ પર રીલ ( Reel ) બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. આજના સમયમાં યુવાનોમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ ( Instagram Reels ) નો ક્રેઝ છે અને લોકોમાં રીલ બનાવવાની સતત હરીફાઈ ચાલી રહી છે. આજના સમયમાં યુવાનો વિચાર્યા વગર રસ્તા પર ગમે ત્યાં રીલ બનાવવાનું શરૂ કરી દે છે અને આના કારણે લોકોને મુશ્કેલી તો પડે જ છે પરંતુ કેટલીક વખત રીલ બનાવનારને તેની કિંમત પણ ચૂકવવી પડે છે.

Join Our WhatsApp Community

હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રીલના કારણે 14 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. બારાબંકી ( Barabanki ) નો રહેવાસી ફરમાન તેના બે મિત્રો સાથે રેલવે ટ્રેક ( Railway tracks ) પાસે રીલ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઝડપી ચાલતી મેલ એક્સપ્રેસે ( Mail Express ) ટક્કર મારી હતી અને એ કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.

શું છે સમગ્ર ઘટના…

મળતી માહિતી મુજબ, જહાંગીરાબાદ ( Jahangirabad ) પોલીસ સ્ટેશનના ટેરા દૌલતપુરનો ( Daulatpur ) રહેવાસી ફરમાન ગુરુવારે સવારે તેના મિત્રો સાથે શહાબપુર જઈ રહ્યો હતો. આ દરમિયાન ફરમાન સહિત તેના તમામ મિત્રો મોજ-મસ્તી કરતા દામોદરપુર ગામ પાસેના રેલ્વે ક્રોસિંગ પર પહોંચ્યા, જ્યાં ફરમાન રીલ બનાવવા લાગ્યો. આ દરમિયાન પાછળથી આવતી એક હાઇસ્પીડ ટ્રેને તેને ટક્કર મારી હતી. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Amit Shah Gujarat Visit: ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે.. આ કાર્યોનું કર્યું લોકાર્પણ.. જાણો શું કહ્યું અમિત શાહે.. વાંચો વિગતે અહીં..

વાત એમ છે કે જહાંગીરાબાદનો રહેવાસી ફરમાન તેના 3 મિત્રો સાથે જુલૂસ જોવા જઈ રહ્યો હતો. જો કે, અધવચ્ચે તેણે કહ્યું કે તે રેલ્વે ક્રોસિંગ પાસે રોકાઈને ટ્રેક પર રીલ બનાવવા માંગે છે. તેના મિત્રોએ પણ તેની વાત સ્વીકારી અને કઈ પણ વિચાર્યા વગર ફરમાન સીધો રેલ્વે ટ્રેક પાસે જઈને ઉભો રહ્યો. રીલ બનાવવાના ઉત્સાહના ચક્કરમાં પાછળથી આવતી ટ્રેન તે જોઈ શક્યો નહીં અને અંતે ટ્રેને તેને જોરથી ટક્કર મારી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે.

અકસ્માત બાદ રેલવે પોલીસે ફરમાનના મિત્રો અને પરિવારજનોના નંબર લીધા અને તેને જાણ કરી. જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરમાનણા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાખવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ ફરમાનનો મૃતદેહ તેના પરિવારને દફનાવવા માટે આપવામાં આવ્યો હતો.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version