કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
વેક્સિનના રશિયાના નિર્માતા રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ અનુસાર ભારતમાં દર વર્ષે 30 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે.
આ માટે ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને વેક્સિનનો પહેલો ડોઝ સપ્ટેમ્બર 2021 સુધી આવી જવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયામાં રશિયાની સ્પુતનિક વેક્સિન તૈયાર થશે.
