Site icon

Sikkim Floods: સિક્કિમમાં તળાવ ફાટ્યા બાદ સ્થિતિ સ્ફોટક: પુરના કારણે 11 લોકોનાં મોત, સેંકડો લોકો ગુમ, સર્ચ હજુ શરૂ… જાણો હાલ શું છે સ્થિતિ..વાંચો વિગતે અહીં..

Sikkim Floods: ઉત્તર સિક્કિમમાં દક્ષિણ લોનાક તળાવ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં અચાનક પૂર જેવી સ્થિતિને કારણે, સિક્કિમ અને ઉત્તર બંગાળમાં તિસ્તા નદીના કિનારાના વિસ્તારોમાં જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે.

Sikkim Floods Situation explosive after lake burst in Sikkim 11 dead due to flood, hundreds missing, search still underway…

Sikkim Floods Situation explosive after lake burst in Sikkim 11 dead due to flood, hundreds missing, search still underway…

News Continuous Bureau | Mumbai 

Sikkim Floods: ઉત્તર સિક્કિમ (Sikkim) માં દક્ષિણ લોનાક તળાવ (Lonak Lake) ફાટ્યા બાદ તિસ્તા નદી ( Tista River) માં અચાનક પૂર ( Cloud burst ) જેવી સ્થિતિને કારણે, સિક્કિમ અને ઉત્તર બંગાળ (West Bengal) માં તિસ્તા નદીના કિનારાના વિસ્તારોમાં જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આફતને ( natural disaster ) કારણે સિક્કિમના ત્રણ જિલ્લામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 23 સહિત 102 લોકો લાપતા છે.

Join Our WhatsApp Community

સિક્કિમ સરકારના ( Sikkim Government  ) જમીન મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા મોડી રાત્રે જારી કરાયેલા અહેવાલ મુજબ, તિસ્તા નદીના કારણે સિક્કિમના ત્રણ જિલ્લામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાંથી ગંગટોક જિલ્લામાં 3, મંગન જિલ્લામાં 4 અને પાકિમ જિલ્લામાં 7 લોકોના મોત થયા છે. નામચી જિલ્લામાં કોઈનું મૃત્યુ થયું નથી પરંતુ 5 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. એ જ રીતે ગંગટોકમાં 22 લોકો, મંગનમાં 16 લોકો અને પાકિમમાં 59 લોકો તિસ્તામાં ધોવાઈ ગયા છે. ઘાયલોની સંખ્યા 26 હોવાનું કહેવાય છે, જેમાં ગંગટોકમાં 5 અને પાકિમમાં 21 લોકો સામેલ છે.

 તિસ્તા નદીમાં પૂરના કારણે કુલ 11 પુલ સંપૂર્ણપણે નાશ પામ્યા…

તિસ્તા નદીમાં પૂરના કારણે કુલ 11 પુલ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેમાં ગંગટોકમાં એક, મંગનમાં 8 અને નામચીમાં બે પુલનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Tata Tech IPO Updates: ટાટા ટેક આઈપીઓ અંગે મોટું અપડેટ, ટાટાના IPOની રાહ થઈ પૂરી! જો તમારી પાસે આ શેર છે, તો કરો જલસા! જાણો IPO ની સંપુર્ણ જાણકારી વિગતે.. વાચો અહીં..

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત ચાર જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ફસાયેલા કુલ 2011 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાથી 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અસરગ્રસ્ત પરિવારો માટે ચાર જિલ્લામાં 22 રાહત શિબિરો બનાવવામાં આવી છે.

ગત મંગળવાર-બુધવારની રાત્રે ઉત્તર સિક્કિમના દક્ષિણ લોનાક તળાવ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે તળાવ ફાટ્યું હતું. તળાવના પાણીને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધ્યા બાદ ઉત્તર સિક્કિમથી લઈને પૂર્વ અને દક્ષિણ સિક્કિમ સહિત ઉત્તર બંગાળ સુધી ભારે નુકસાન થયું છે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version