News Continuous Bureau | Mumbai
ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી ગણાતા ચીન સાથે સરહદ પર ભારે તણાવ નો માહોલ છે.
છેલ્લા 15 વર્ષમાં 16 ચીની નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
અન્ય 10 ચીની નાગરિકોની અરજી ભારત સરકાર પાસે પેન્ડિંગ છે. આ તમામે પણ નાગરિકતા માંગી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી છે.
ડીએમકે સાંસદ તિરુચી શિવાએ રાજ્યસભામાં આ માહિતી માંગી હતી.
આ સમાચાર પણ વાંચો : રશિયાના પ્રમુખ પુતિનને ‘મનોરોગી’ ગણાવનાર આ મોડલની હત્યા, સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ; જાણો શું છે સમગ્ર મામલો
