Site icon News Continuous Bureau | Mumbai

SMR: 2033 સુધી 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત થશે, સરકારે 2025-26 બજેટમાં અધધ આટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા

SMR: નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના સંશોધન અને વિકાસ માટે એક પરમાણુ ઊર્જા મિશન સ્થાપિત કરવામાં આવશે: બજેટ 2025-26

SMR 5 indigenously developed SMRs to be operational by 2033, government approves Rs 100 crore in 2025-26 budget

News Continuous Bureau | Mumbai

  • 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત કરવામાં આવશે
SMR:  કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી, શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2025-2026નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, 20,000 કરોડ રૂપિયાના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટર (SMR)ના સંશોધન અને વિકાસ માટે એક પરમાણુ ઊર્જા મિશન સ્થાપિત કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત SMR કાર્યરત કરવામાં આવશે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2047 સુધીમાં ઓછામાં ઓછા 100 GW પરમાણુ ઊર્જાનો વિકાસ આપણા ઊર્જા સંક્રમણ પ્રયાસો માટે જરૂરી છે. આ લક્ષ્યની પ્રાપ્તિ  માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય ભાગીદારી માટે પરમાણુ ઊર્જા કાયદા અને પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી કાયદામાં સુધારા હાથ ધરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025: આગામી પાંચ વર્ષમાં ‘સબકા વિકાસ’ સાકાર કરવાની યોજના શરુ કરી, આર્થિક વૃદ્ધિ માટે આ ચાર શક્તિશાળી એન્જિન રજુ કર્યાં

SMR:  બજેટમાં એવો પણ પ્રસ્તાવ છે કે રાજ્યોને વીજળી વિતરણ સુધારા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી વીજળી કંપનીઓની નાણાકીય સ્થિતિ અને ક્ષમતામાં સુધારો થશે. મંત્રીએ માહિતી આપી કે આ સુધારાઓના આધારે રાજ્યોને GSDPના 0.5 ટકા વધારાનું ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Jantar Mantar CJP Protest ગૃહ મંત્રાલયની મનાઈ છતાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન; બેરિકેડ્સ તોડી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, પોલીસે ફરી કરી અટકાયત
Exit mobile version