Site icon News Continuous Bureau | Mumbai

તો આ કારણે આવી અમિતાભ બચ્ચન અને ગાંધી પરિવારના સંબંધોમાં ખટાશ; એક નવા પુસ્તકમાં થયો ખુલાસો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને મહાનાયક અમિતાભ બચ્ચન વચ્ચે ગાઢ મિત્રતા હતી, રાજીવ ગાંધીના અવસાન બાદ ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવ બન્યો હતો અને સંબંધોમાં ખટાશ આવી હતી. આ કેમ બન્યું એ અંગે બંને પરિવારોએ ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. જોકેહવે એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કેલંડનમાં અભ્યાસ કરતા રાહુલ ગાંધીની ફી ભરવાને મામલે બંને પરિવાર વચ્ચેના સંબંધો બગડ્યા છે.

વરિષ્ઠ પત્રકાર અને ભૂતપૂર્વ સાંસદ સંતોષ ભારતીયના હાલમાં જ પ્રકાશિત થયેલા પુસ્તક ‘વી. પી. સિંઘ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી અને હું’માં આ અંગે માહિતી આપવામાં આવી છે. આ પુસ્તક નેવુંના દાયકામાં ભારતના રાજકારણની ઘણી ઘટનાઓને લગતું છે. ભારતીયએ પુસ્તકમાં લખ્યું છે કે રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયાને લંડનમાં રાહુલના શિક્ષણની ચિંતા હતી. એકવાર સોનિયાએ અમિતાભ સાથે તેના વિચારો પ્રકટ કર્યા હતા. જવાબમાં અમિતાભે કહ્યું હતું કે “પૈસા લલિત સૂરી અને સતીશ શર્માએ છીનવી લીધા હતા. મારી પાસે હવે પૈસા નથી, પણ હું કંઈક કરીશ.” અહીં નોંધવું ઘટે કે લલિત સૂરી અને સતીશ શર્મા કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને એ સમયે રાજીવના ખૂબ જ નજીકના હોવાનું કહેવાય છે.

સરકારના ચબાને કે દાંત અલગ ખાને કે અલગ, મુંબઈ મહાનગરપાલિકાના આંકડા ખોટા ઠર્યા; 2,500ને નહીં પરંતુ આટલા હજાર લોકોને નકલી વેક્સિન અપાઈ છે, જાણો વિગત

જોકેબે દિવસ પછીબચ્ચને સોનિયાને એક હજાર ડૉલર (અંદાજે રૂ. 74,500)નો ચેક આપ્યો હતો, પરંતુ સોનિયાએ ચેક પરત કર્યો હતો. સોનિયા ગાંધી અમિતાભ બચ્ચનની આ વાતને ભૂલી શક્યાં ન હતાં. આ ઘટનાને કારણે દેશના આ બે પ્રતિષ્ઠિત પરિવારો એકબીજાથી દૂર થયા હતા.

ઉલ્લેખનીય છે કે એ સમયે બચ્ચન, શર્મા અને સૂરીએ ચોખાનો વેપાર શરૂ કર્યો હતો. આ પુસ્તકમાં ભારતીયએ લખ્યું છે કે “અહીંથી બાસમતી ચોખા જતા, ત્યાં તે ‘જાદુ’થી પરમલમાં બદલાઈ જતા હતા. ભારત સરકારે એની મંજૂરી આપી હતી. બીજા ઘણા લોકો પણ આનો ભાગ હતા, પરંતુ ક્યારેય કોઈનાં નામ સામે આવ્યાં નથી.

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version