દેશમાં ઘન કચરાનું સમાધાન સામૂહિક પડકાર, ભારત આ સમસ્યાને ઊર્જા, અર્થતંત્ર અને સશક્તિકરણમાં પરિવર્તિત કરી શકે છે.. જાણો કેવી રીતે?

ગાયત્રી દિવેચા: સીએસઆર હેડ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એસોસિએટ કંપનીઓ

દેશમાં ઘન કચરાનું સમાધાન સામૂહિક પડકાર, ભારત આ સમસ્યાને ઊર્જા, અર્થતંત્ર અને સશક્તિકરણમાં પરિવર્તિત કરી શકે છે.. જાણો કેવી રીતે?

 News Continuous Bureau | Mumbai

કલ્પના કરો – દરરોજ 7,500 ટ્રકો આપણા રોજિંદા વપરાશથી પેદા થયેલા વાર્ષિક 50 મિલિયન ટન સોલિડ વેસ્ટ (ઘન કચરા)નો નિકાલ કરે છે. આપણે ભેગા મળીને જે કચરો પેદા કરીએ છીએ તેનાથી સમગ્ર દેશમાં 3,150 ડમ્પસાઇટ્સના વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે અને આપણા લેન્ડસ્કેપને વધુ નુકશાન કરી રહ્યાં છીએ. જોકે, આટલું પૂરતું ન હોય તેમ વર્ષ 2030 સુધીમાં આ આંકડો ત્રણ ગણો થવાનો અંદાજ છે અને વાર્ષિક 165 મિલિયન ટન કચરો પેદા થવાની સંભાવના છે. આ કચરાને રાખવા માટે આપણને એક લેન્ડફિલની જરૂર પડશે, જેનું કદ મુંબઇ જેટલું વિશાળ હશે. આપણા સપનાના શહેર ડમ્પિંગ સાઇટમાં પરિવર્તિત થઇ જશે.

Join Our WhatsApp Community

કચરા પ્રત્યે આપણા અભિગમ ઉપર પુનર્વિચાર

ભારતમાં શહેરી અને ઔદ્યોગિક કાર્બનિક કચરો લગભગ 5,690 મેગાવોટ ઊર્જાની જબરદસ્ત સંભાવનાઓ ધરાવે છે. એક ક્ષણ માટે કલ્પના કરીએ. તે 2,500થી વધુ પરિવારોની સમગ્ર વર્ષ માટેની ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે અને તે પણ કચરામાંથી.

જોકે, તેના માત્ર ઇકોલોજીકલ લાભ જ નથી. કચરો આપણા માટે સોનાની ખાણ સાબિત થઇ શકે છે. કચરાના નિકાલ અને વ્યવસ્થાપન પ્રત્યે ગંભીર અને નવીન અભિગમ રિસાઇકલિંગ ઉદ્યોગ દ્વારા દર વર્ષે રૂ. 30,000 કરોડની સંભાવનાઓ અનલોક કરી શકે છે. કચરાને એક સમસ્યા તરીકે જોવાના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે, જે અપાર તકોનું સર્જન કરવાની સંભાવનાઓ ધરાવે છે.

કચરાના માલિક બનવું

કચરાના વિશાળ ઢગલા ઉપર નજર નાખતા સ્પષ્ટ થઇ જાય છે કે આપણે બધાએ નક્કર પગલાં લેવાની જરૂર છે. દરેક નાગરિક, કોર્પોરેશન અને સરકારી સંસ્થાનોએ સહિયારા પ્રયાસો કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી કામ કરવું જોઇએ.

આ સમાચાર પણ વાંચો: કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો.. રેહાના ફાતિમાને નિર્દોષ જાહેર કરી, કહ્યું- મહિલાના અર્ધનગ્ન શરીરને અશ્લિલતા માની ના શકાય…

ગોદરેજ ખાતે અમે સ્થાનિક મ્યુનિસિપાલિટી અને રહેવાસીઓ સાથે મળીને ઘણાં કમ્યુનિટી વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ લોંચ કર્યાં છે. અમારા ત્રિપાંખીય રણનીતિ – લેન્ડફિલમાંથી વેસ્ટ અન્યત્ર વાળવો, ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસ મોડલની સ્થાપના કરવી અને કચરાનો નિકાલ કરતા લોકોનો આદર કરવો.

ટેક્નોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરતાં અમે મ્યુનિસિપાલિટીના વેસ્ટ મેનેજમેન્ટમાં પારદર્શિતા અને જવાબદારી લાવ્યાં છીએ. હવે, કોન્ટ્રાક્ટર્સ, શહેરી સ્થાનિક સંસ્થાઓના અધિકારીઓ અને સુપરવાઇઝર્સ કચરાના મૂળથી અંતિમ પોઇન્ટ સુધી કચરાની સફરને ટ્રેક કરી શકે છે તથા પ્રત્યેક કચરાના કામદાર દ્વારા પ્રદાન કરાયેલી સેવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરી શકે છે. આ સ્પષ્ટ અભિગમથી સમસ્યામાં ઝડપી ઉકેલ લાવી શકાશે, નાગરિકોને તેમના કચરાને અલગ કરવા પ્રોત્સાહિત કરી શકાશે તથા રિસાઇકલિંગની સંભાવનાઓના દ્વાર ખોલી શકાશે.

 અમારા પબ્લિક-પ્રાઇવેટ-પીપલની સહભાગીતા ધરાવતા મોડલના સકારાત્મક પરિણામો મળી રહ્યાં છે. વર્ષ 2016માં અમારા પાઇલોટ પ્રોજેક્ટથી અત્યાર સુધીમાં અમે લેન્ડફિલમાંથી 13,000 ટનથી વધુ ઘન કચરાને સફળતાપૂર્વક દૂર કર્યો છે. આ પહેલથી સાયન્ટિફિક વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ મળ્યું છે, નાગરિકોને કચરાને અલગ કરવા જાગૃત કરી શકાયા છે તથા સફાઇ કામદારોને સલામતી અને ગૌરવ પ્રદાન કરી શકાયું છે.

Solving solid waste in the India is a collective challenge

 

વેસ્ટ મેનેજમેન્ટને સંપૂર્ણપણે અપનાવવા અને સહજ તકોનો લાભ લેવા માટે આપણે આ ત્રિપાંખીય મોડલને સફળ બનાવવું પડશે. જનતાને કચરાને અલગ કરવા શિક્ષિત કરવા ખાનગીક્ષેત્ર સરકાર સાથે સહયોગ કરી શકે છે તથા વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરવામાં મદદરૂપ બની શકે છે. તેના પરિણામરૂપે સ્થાનિક સત્તામંડળ કચરો અલગ કરવા જરૂરી નિયમો લાગુ કરી શકે છે. 

ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ માટે સ્રોતોને અલગ કરવા ખૂબજ જરૂરી છે. ડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ વેસ્ટને અલગ કરવા માટે વેસ્ટ રિસાઇકલિંગ સ્રોતોની મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે અને આ સમસ્યા કચરાને અલગ કરવાથી સરળતાથી દૂર કરી શકાય છે. એક સુઆયોજિત જાગૃકતા અભિયાન કે જેમાં સમુદાયો અને કામદારોને સામેલ કરવાથી લક્ષ્યને હાંસલ કરી શકાશે. લોકો અને સંસ્થાનો આ સિસ્ટમને અપનાવે તે જરૂરી છે, જે વૈજ્ઞાનિક રીતે કચરાને અળગ કરવો, એકત્ર કરવો અને નિકાલનો આધાર બની રહેશે.

ભારતમાં આશરે 1.5 મિલિયન કચરો વીણતા લોકો છે અને તેઓ રિસાઇકલ માટે યોગ્ય એવાં 80 ટકા કચરો એકત્ર કરે છે. તેમાંથી મોટાભાગના કામદારો અસંઠિત રીતે કામ કરે છે, જેમની પાસે ખૂબજ ઓછી સલામતી અને સુરક્ષા છે. તેમના કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવું સર્વગ્રાહી વેસ્ટ મેનેજમેન્ટનું મહત્વપૂર્ણ પાસું છે. તેમને બેઝિક પ્રોટેક્ટિવ ગિયર આપવા, તેમના સામાજિક-આર્થિક હકો વિશે જાગૃતિ ફેલાવવી, તેમને ઓળખપત્રો આપવા અને સરકારની નીતિઓનો લાભ આપવાથી આપણી રિસાઇકલિંગ ઇકોસિસ્ટમને ખૂબજ મજબૂત બનાવી શકાશે.

આખરે, જંગી કચરા અને તેના નિકાલની જવાબદારી બધાની છે.

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version