ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
લૉકડાઉનના કારણે ધંધા-રોજગાર પર મોટી અસર પડી છે. અને આ સંકટ વચ્ચે છેલ્લા લગભગ 10 દિવસથી દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ રહયો છે.
આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કહ્યું છે કે "સંકટ સમયમાં પણ આપની સરકાર સતત ભાવ વધારી રહી છે અને આનાથી સેંકડો સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષે લખ્યુ કે "મને સમજાઈ નથી રહ્યુ કે, જ્યારે દેશમાં આટલી નોકરીઓ જઈ રહી છે અને લોકોને જીવન નિભાવવા માટે સંકટ ઉભુ થયુ છે ત્યારે સરકાર આ રીતે ભાવ કેમ વધારી રહી છે". આજે ક્રૂડ ઑયલના ભાવ સતત ઘટી રહ્યા છે ત્યારે સરકારે છેલ્લા 6 વર્ષમાં સતત ભાવ જ વધાર્યા છે".
સોનિયા ગાંધીએ વધુ લખ્યુ કે સરકાર તરફથી છેલ્લા 6 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા એક્સાઈઝ ડ્યુટી વધારી છે. જેનાથી લગભગ 18 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી દરરોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે પણ પેટ્રોલમાં 47 પૈસા અને ડીઝલમાં 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો. આ સાથે જ ગુજરાતમાં ટોહ સીધો બે બે રૂપિયા નો પેટ્રોલનો અને ડીઝલનો ભાવ વધારો કરી દીધો છે….
