કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાને કારણે દેશમાં બનેલી ગંભીર સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
પત્રમાં સોનિયાએ પીએમ મોદીને કહ્યુ કે, કોવિડ સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જીએસટી ફ્રી કરવામાં આવે. સંક્રમણની સ્થિતિ અને વધતા કેસો પર વિચાર કરતા રાજ્યોને કોવિડ-19ની રસીની ફાળવણી કરવામાં આવે.
કોરોના રસીકરણમાં વયમર્યાદા દુર કરવામાં આવે અને કોરોના સંક્રમણની સ્થિતિ પ્રમાણે રસી પૂરી પાડવામાં આવે.
આજે રાત્રે 8:30 વાગ્યે ઉદ્ધવ ઠાકરે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. જાણો વિગત.
