Site icon

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ- હવે આ તારીખે ફરી બોલાવી શકે છે ED-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

મની લોન્ડરિંગ(Money laundering) સાથે સંબંધિત 'નેશનલ હેરાલ્ડ'(National Herald) અખબારના સંદર્ભમાં કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીની(Sonia Gandhi) આજે પૂછપરછ પૂરી થઈ ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના(Enforcement Directorate) અધિકારીઓએ આજે ​​લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી. તબિયતના કારણોસર આજે તેમની ફરી પૂછપરછ કરવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે 25 જુલાઈએ તેની ફરી પૂછપરછ થઈ શકે છે. હાલમાં EDએ કોઈ નવું સમન્સ(Summon) જારી કર્યું નથી. બીજી તરફ પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન(Protest) કર્યું હતું.

Join Our WhatsApp Community

કોંગ્રેસ અધ્યક્ષાની પુછપરછ પહેલા, દિલ્હી પોલીસે(Delhi Police) ગાંધીના જનપથ નિવાસસ્થાન અને ED ઓફિસ વચ્ચેના એક કિલોમીટરના પટ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા હતા. આસપાસના વિસ્તારમાં વાહનવ્યવહાર (Transportation) પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. 

આ સમાચાર પણ વાંચો :  દ્રૌપદી મુર્મુ બની શકે છે રાષ્ટ્રપતિ-પ્રથમ રાઉન્ડની મતગણતરીમાં દ્રૌપદી મુર્મુને મળ્યા આટલા વોટ-જાણો વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની પરિસ્થિતિ

આ મામલામાં EDએ અગાઉ સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi) 50 કલાકથી વધુ સમય સુધી પાંચ દિવસ સુધી પૂછપરછ કરી હતી. આ તપાસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કોંગ્રેસ પ્રમોટેડ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય અનિયમિતતાઓને લગતી છે.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version