South Central Railway: સિકંદરાબાદ ડિવિઝન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે આટલી ટ્રેનો થશે પ્રભાવિત,જાણો વિગતે

South Central Railway secunderabad division, some trains running/passing through Ahmedabad division will be affected

South Central Railway secunderabad division, some trains running/passing through Ahmedabad division will be affected

News Continuous Bureau | Mumbai

South Central Railway: દક્ષિણ મધ્ય રેલવે સિકંદરાબાદ ડિવિઝનના મહેબુબાબાદ સ્ટેશન પર ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકના લીધે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:

 

રદ કરાયેલી ટ્રેનો:

  1. 25 મે 2025 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નં. 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ રદ રહેશે.
  2. 22 મે 2025 ના રોજ વિશાખાપટ્ટનમ થી ઉપડતી ટ્રેન નં. 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.
  3. 28 મે 2025 ના રોજ ઓખા થી ઉપડતી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ રદ રહેશે. 
  4. 25 મે 2025 ના રોજ પુરી થી ઉપડતી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો: India Financial crisis : ભારતના અડધા નાગરિકો પાસે 3.5 લાખ રૂપિયા પણ નથી, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

 

મહબૂબાબાદ સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ રદ:

  1. 27 અને 28 મે, 2025 ની ટ્રેન નં. 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં. 
  2. 25 મે થી 29 મે, 2025 સુધી ટ્રેન નં. 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં.

ટ્રેનોના રોકાણ, સમય અને શ્રેણી અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Exit mobile version