ઓક્સફર્ડ- એસ્ટ્રાજેનેકાની વેક્સીન લેવાના કારણે લોહીના ગટ્ઠા જામી જવાની ગંભીર ફરિયાદ સામે આવી છે.
જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેને પણ આ વેક્સીનના ઉપયોગ પર રોક લગાવી છે. આ સિવાય નેધરલેન્ડે પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન પર રોક લગાવી છે.
ભારતમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સીન વેક્સીનેશન અભિયાનનો મોટો ભાગ છે. આ વેક્સીન સીરમ ઈન્સ્ટિટ્યૂટે બનાવી છે.
એસ્ટ્રાજેનેકા કંપની અને યૂરોપીય નિયામકોનું કહેવું છે કે આવું કોઈ તથ્ય સામે આવ્યું નથી જે એમ કહે કે લોહીના ગટ્ઠા બનવાનું કારણ વેક્સીન છે.
