Site icon News Continuous Bureau | Mumbai

ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદે આવ્યું ભારત, તાબડતોબ કર્યું આ કામ; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા હાલ ખૂબ જ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટ ચરમસીમાએ છે. દેશમાં કટોકટી લાગૂ કરી દેવાઈ છે. ખાદ્ય અને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આકાશે આંબી રહ્યા છે. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની ભારે અછત સર્જાઈ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ભારતે વધુ એકવાર પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે અને મદદનો હાથ આગળ વધાર્યો છે. 

Join Our WhatsApp Channel

ભારતે આર્થિક સંકટ સામે લડી રહેલા શ્રીલંકાને ૪૦,૦૦૦ ટન ડીઝલ મોકલ્યું છે. સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશનના અધ્યક્ષ સુમિત વિજેસિંધેએ કહ્યું કે ઈંધણનું વિતરણ આજે સાંજથી શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે શ્રીલંકાના સેંકડો ઈંધણ સ્ટેશનો માટે આ એક સારા સમાચાર છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી તેની ભારે અછત હતી. 

આ સમાચાર પણ વાંચો : સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે

રિપોર્ટ મુજબ ૪૦ હજાર ટન ચોખાની ખેપ પણ ભારતથી શ્રીલંકા મોકલવાની તૈયારી થઈ રહી છે. બંને દેશોએ ગત મહિને એક અબજ ડોલરની લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. રોયટર્સના ખબર મુજબ ભારતથી ક્રેડિટ લાઈન મળ્યા બાદ શ્રીલંકાને મોકલાઈ રહેલી આ પહેલી ખાદ્ય મદદ હશે. શ્રીલંકાને આ મદદ એવા સમયે મળી છે જ્યારે ત્યાં એક મોટો તહેવાર આવવાનો છે. આ સાથે જ સ્થિતિને બગડતી રોકવા માટે કટોકટી પણ લાગુ કરાઈ છે.  

શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા ૨ વર્ષમાં ૭૦ ટકાથી વધુ ઘટ્યો છે. આ કારણે તેણે પોતાની જરૂરિયાતની વસ્તુઓને આયાત કરવામાં મુશ્કેલી આવી રહી છે. શ્રીલંકાની કરન્સી ડોલરની સરખામણીમાં ખૂબ નબળી પડી છે અને તેણે દુનિયાના અનેક દેશો પાસે મદદ માંગી છે. આ ઉપરાંત ત્યાં મોંઘવારીની સ્થિતિ તો એવી છે કે પેટ્રોલ-ડીઝલથી લઈને ખાણી પીણીની વસ્તુઓના ભાવ ચરમસીમાએ પહોંચી ગયા છે.  

ભારતે શ્રીલંકાને એક અબજ ડોલરની ક્રેડિટ લાઈન એટલે કે લોન મદદ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેનાથી શ્રીલંકાને જરૂરી વસ્તુઓની કમીને પૂરી કરવામાં મદદ મળશે. ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા નિકાસ કરતો દેશ છે. આવામાં ભારતથી ચોખાની ખેપ શ્રીલંકા પહોંચ્યા બાદ ત્યાં ચોખાના ભાવમાં ઘટાડો થવાની આશા છે. જે છેલ્લા એક વર્ષથી બમણા થઈ ગયા છે. 

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version