Site icon

શ્રીલંકાના જાગૃત મતદાતાને ધન્યવાદ, કોરોનાનો ડર હોવા છતાં 70 % જેટલું મતદાન થયું..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

06 ઓગસ્ટ 2020 

શ્રીલંકામાં અગાઉ બે વાર મુલતવી રહેલી સંસદીય ચૂંટણી ગઈકાલે યોજાઇ ગઇ.. કોરોના કાળ હોવા છતાં, મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેરીને એકબીજાથી યોગ્ય અંતર જાળવી મતદાન મથકે ઉમટી પડ્યા હતા. ટકાવારીમાં વાત કરીએ તો 70 ટકા જેટલું મતદાન શ્રીલંકનો એ કર્યું હતું. એવી માહિતી શ્રીલંકાના રાષ્ટ્રીય ચૂંટણી પંચના અધ્યક્ષએ આપી હતી. મતદાન સ્થાનિક સમયે સાંજે પાંચ વાગ્યે બંધ થઈ ગયું હતું. ત્યારબાદ મુખ્ય કેન્દ્રો પર મતપેટી મોકલી આપવામાં આવી હતી.

 કેટલાક રાજકીય જૂથો વચ્ચે વિવિધ મુદ્દે વિરોધાભાસ હોવા ઉપરાંત કોરોના ને કારણે લોકડાઉન હોવા છતાં ત્રણ મહિનાથી શ્રીલંકાની સંસદીય ચૂંટણીઓ પાછી ઠેલાઈ રહી હતી. ચૂંટણી નિરીક્ષકો ના જણાવ્યા મુજબ દેશમાં અમુક જૂથો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિની કેટલીક ફરિયાદો હોવા મળી હોવા છતાં પણ મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. 

રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે કોલંબોના ઉપનગરમાં મતદાન કર્યું હતું. જ્યારે ગોતાબાયાના ભાઈ અને વડાપ્રધાનના ઉમેદવાર મહિન્દ્રા રાજપક્ષે દક્ષિણ શ્રીલંકાના પોતાના વતનથી મતદાન કર્યું હતું. વિશ્લેષકોના જણાવ્યા મુજબ મહેન્દ્રા રાજપક્ષેની SLPP, 255 સભ્યોની વિધાનસભા સીટ પર ખૂબ સહેલાઇથી જીત મેળવી લેશે તેવી સંભાવના છે. શ્રીલંકામાં લગભગ 22 રાજકીય પક્ષો અને 34 સ્વતંત્ર ઉમેદવારો મળી કુલ 22  જિલ્લાઓમાંથી ચૂંટણી લડી રહ્યા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Pakistan Drone Deal: ઓપરેશન સિંદૂરનો ડર હજી પણ… તુર્કી નહીં આ દેશમાંથી ડ્રોન લેશે PAK, ભારતની તીવ્ર નજર.
Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Exit mobile version