Site icon

Srinagar: સરકારની ટીકા કરવી ગુનો નથી: હાઈકોર્ટ.. જાણો વિગતે..

Srinagar: જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે સરકારની ટીકા પર મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કાશ્મીર બેસ્ટના પત્રકાર સજ્જાદ અહેમદ ડાર (સજ્જાદ ગુલ)ની ધરપકડ અંગે હાઈકોર્ટે કહ્યું છે કે સરકારની ટીકા કરવી એ ગુનો નથી, તેથી જો કોઈ વ્યક્તિ કે પત્રકાર સરકારની ટીકા કરે તો તે એક માત્ર આધાર પર તેની ધરપકડ ના કરી શકાય

Srinagar Criticizing government is not a crime High Court.. know details..

Srinagar Criticizing government is not a crime High Court.. know details..

News Continuous Bureau | Mumbai

Srinagar: જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે ( Jammu Kashmir and Ladakh High Court ) સરકારની ટીકા પર મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કાશ્મીર બેસ્ટના પત્રકાર સજ્જાદ અહેમદ ડાર ( Sajad Ahmad Dar ) (સજ્જાદ ગુલ)ની ધરપકડ અંગે હાઈકોર્ટે કહ્યું છે કે સરકારની ટીકા ( criticize ) કરવી એ ગુનો ( crime ) નથી, તેથી જો કોઈ વ્યક્તિ કે પત્રકાર સરકારની ટીકા કરે તો તે એક માત્ર આધાર પર તેની ધરપકડ ના કરી શકાય. આ સાથે હાઈકોર્ટે ધરપકડ કરાયેલા પત્રકાર સજ્જાદ ગુલને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો.

Join Our WhatsApp Community

જમ્મુ-કાશ્મીરના પત્રકાર સજ્જાદ ગુલ સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરતા આવ્યા છે. તેની 16 જાન્યુઆરી, 2022 ના રોજ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને છોડવામાં આવ્યો નથી. જે બાદ પત્રકાર સજ્જાદે પોતાની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ, પ્રશાસન અને જવાબદાર અધિકારીઓને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે અધિકારીઓએ આ કેસમાં અટકાયત અથવા ધરપકડના કાયદાનો દુરુપયોગ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  India Vs Australia: જાણો કોણ હતો ફાઇનલ મેચ દરમિયાન મેદાનમાં ઘૂસનારો પેલેસ્ટાઇનનો સમર્થક, ચીન સાથે પણ છે ગાઢ સંબંધ..

અધિકારીઓએ પત્રકારની ( Journalist ) ધરપકડ કરીને કાયદાનો દુરુપયોગ કર્યો: હાઈ કોર્ટ…

જસ્ટિસ એન કોટીશ્વરસિંગ અને જસ્ટિસ એમએ ચૌધરીની હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે ફરિયાદ કે તપાસમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે પત્રકાર સજ્જાદે જુઠી સ્ટોરી બનાવી હતી કે તેનું રિપોર્ટિંગ તથ્યોં વગરનું છે..પત્રકારનું કોઇ પણ કામ હાનીકારક હોવાનું પણ સાબીત નથી થતુંં. સરકારની ટીકા કરવી એ કોઈ ગુનો નથી અને આવી ટીકાને ધરપકડનો આધાર ના બનાવી શકાય. અધિકારીઓએ પત્રકારની ધરપકડ કરીને કાયદાનો દુરુપયોગ કર્યો છે. આ પહેલા પણ સજ્જાદે ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને સિંગલ જજની બેન્ચે ફગાવી દીધી હતી.

બાદમાં ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. જેમાં તેની અરજી સ્વીકારવામાં આવી છે અને છોડી મુકવા પોલીસને આદેશ આપ્યો છે.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version