Site icon

PM Modi US: USની મુલાકાત પહેલાં PM મોદીનું આવ્યું નિવેદન, જાણો શું છે આ યાત્રાનો હેતુ?

PM Modi US: યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની યાત્રા પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન

Statement by the PM Narendra Modi before his visit to the United States of America

Statement by the PM Narendra Modi before his visit to the United States of America

News Continuous Bureau | Mumbai

PM Modi US:  આજે, હું રાષ્ટ્રપતિ બિડેન દ્વારા તેમના ગૃહનગર વિલમિંગટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટને સંબોધવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.

Join Our WhatsApp Community

હું મારા સહયોગિઓ રાષ્ટ્રપતિ બિડેન, પ્રધાનમંત્રી અલ્બેનીઝ અને પ્રધાનમંત્રી કિશિદાની સાથે ક્વાડ શિખર સંમેલનમાં ( Quad Summit ) સામેલ થવા માટે ઉત્સુક છું. આ મંચ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે સમાન વિચારધારા ધરાવતા દેશોના મુખ્ય જૂથ તરીકે ઉભરી આવ્યું છે.

પ્રેસિડેન્ટ બિડેન સાથેની મારી મુલાકાત અમને અમારા લોકો અને વૈશ્વિક ભલા માટે ભારત-યુએસ ( India USA ) વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા માર્ગોની સમીક્ષા કરવા અને ઓળખવાની મંજૂરી આપશે.

હું ( Narendra Modi ) ભારતીય પ્રવાસીઓ અને મહત્વના અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું, જેઓ પ્રમુખ હિતધારક છે અને વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી વચ્ચે અનન્ય ભાગીદારીને જીવંતતા પ્રદાન કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Surat: નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારતના માધ્યમથી સુરતની આ હોસ્પિટલો ખાતે યોજાયો ઇન્ટર્નશીપ કાર્યક્રમ.

ભવિષ્યના શિખર સંમેલન એ વૈશ્વિક સમુદાય માટે માનવતાની સુધારણા માટે આગળનો માર્ગ નક્કી કરવાની તક છે. હું માનવતાના છઠ્ઠા ભાગના મંતવ્યો શેર કરીશ કારણ કે શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્યમાં તેમનો દાવ વિશ્વમાં સૌથી વધુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sam Pitroda: સામ પિત્રોડા નું આઘાતજનક નિવેદન, પાકિસ્તાનમાં ‘ઘર જેવું લાગ્યું’; ભાજપે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
UN Sanctions: અમેરિકા એ પાકિસ્તાન અને ચીનના પ્રયાસને આ રીતે રોક્યા, જાણો વિગતે
Manmohan Singh: ભાજપ દ્વારા આતંકવાદી યાસીન મલિકના દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા ને જાહેર કરાતા રાજકીય વર્તુળોમાં મચ્યો હડકંપ
Chabahar Port: ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો; ટેરિફ બાદ હવે આ પ્રોજેક્ટ પરની છૂટ પણ રદ કરવામાં આવી
Exit mobile version