Site icon News Continuous Bureau | Mumbai

PM Modi US: USની મુલાકાત પહેલાં PM મોદીનું આવ્યું નિવેદન, જાણો શું છે આ યાત્રાનો હેતુ?

PM Modi US: યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની યાત્રા પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન

Statement by the PM Narendra Modi before his visit to the United States of America

Statement by the PM Narendra Modi before his visit to the United States of America

News Continuous Bureau | Mumbai

PM Modi US:  આજે, હું રાષ્ટ્રપતિ બિડેન દ્વારા તેમના ગૃહનગર વિલમિંગટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટને સંબોધવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.

Join Our WhatsApp Channel

હું મારા સહયોગિઓ રાષ્ટ્રપતિ બિડેન, પ્રધાનમંત્રી અલ્બેનીઝ અને પ્રધાનમંત્રી કિશિદાની સાથે ક્વાડ શિખર સંમેલનમાં ( Quad Summit ) સામેલ થવા માટે ઉત્સુક છું. આ મંચ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માટે સમાન વિચારધારા ધરાવતા દેશોના મુખ્ય જૂથ તરીકે ઉભરી આવ્યું છે.

પ્રેસિડેન્ટ બિડેન સાથેની મારી મુલાકાત અમને અમારા લોકો અને વૈશ્વિક ભલા માટે ભારત-યુએસ ( India USA ) વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા માર્ગોની સમીક્ષા કરવા અને ઓળખવાની મંજૂરી આપશે.

હું ( Narendra Modi ) ભારતીય પ્રવાસીઓ અને મહત્વના અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું, જેઓ પ્રમુખ હિતધારક છે અને વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી વચ્ચે અનન્ય ભાગીદારીને જીવંતતા પ્રદાન કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Surat: નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારતના માધ્યમથી સુરતની આ હોસ્પિટલો ખાતે યોજાયો ઇન્ટર્નશીપ કાર્યક્રમ.

ભવિષ્યના શિખર સંમેલન એ વૈશ્વિક સમુદાય માટે માનવતાની સુધારણા માટે આગળનો માર્ગ નક્કી કરવાની તક છે. હું માનવતાના છઠ્ઠા ભાગના મંતવ્યો શેર કરીશ કારણ કે શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્યમાં તેમનો દાવ વિશ્વમાં સૌથી વધુ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
China Pakistan Proxy Strategy ચીનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું, ભારત સામે લડવા પાકિસ્તાનનો ‘મહોરા’ તરીકે ઉપયોગ કરતું હોવાનો US રિપોર્ટમાં દાવો
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Exit mobile version