ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
કોરોના મહામારી આજે વચ્ચે 5 રાજ્યોની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દેશ પર જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો છે ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે વિશેષ સુવિધા કરવામાં આવી છે જેનાથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય. સુશીલ ચંદ્રાએ કહ્યું કે પંચે ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખ્યા છે. કોવિડ સુરક્ષિત ચૂંટણી, મતદારોની સુરક્ષા અને મહત્તમ મતદારો ભાગ લે.આ વખતે પાંચ રાજ્યોની 690 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે. આ વખતે 18.34 કરોડ મતદાતાઓ તેમનો મતાધિકાર કરી શકશે. આ વખતે 24.9 લાખ મતદાતાઓ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સંદર્ભે પાંચ જાન્યુઆરીએ મતદાતા યાદી જાહેર કરવામાં આવી હતી.
પાંચ રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર, 5 રાજ્યોમાં 7 તબક્કામાં મતદાન, આ તારીખે જાહેર થશે પરિણામ
- આ વખતે ચૂંટણીમાં 80થી વધુ વયની વ્યક્તિઓ, દિવ્યાંગો અને કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઓનલાઇન પોસ્ટલ બેલેટની સુવિધા કરવામાં આવશે.
- આ સાથે મતદાતા માટે નો યોર કેન્ડિડેટની એપ પણ ઉપલબ્ધ થશે. જેથી મતદાતા ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારની માહિતી મેળવી શકે.
- આ સાથે જ ચૂંટણી માટે E-Suvidha એપ લોન્ચ કરવામાં આવી છે જે ઉમેદવારોને પ્રચારની તમામ પરવાનગીઓ મેળવવામાં મદદ કરશે.
- બધા કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત 900 ઓબ્ઝર્વર ચૂંટણી પર નજર રાખશે.
- એક મથક પર 125 મતદાતા મત આપી શકશે. દરેક મથકે માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.
- પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં ચૂંટણીમાં સામેલ બધા કર્મચારીઓ પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે તથા મતદાર માટે વ્હીલચેરની સુવિધા પણ રાખવામાં આવશે.
- આ ચૂંટણીમાં પક્ષો ડિજિટલ વર્ચ્યુઅલ ચૂંટણીપ્રચાર કરી શકશે, પણ પદયાત્રા, રોડ-શો અને સાઇકલ રેલી પર પ્રતિબંધ રહેશે. ઉમેદવાર રૂ. 40 લાખનો ખર્ચ કરી શકશે.
- આ ઉપરાંત 15 જાન્યુઆરી સુધી જનસભાઓ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જીત પછી પણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે.