કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાના બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપવા સલાહ આપી છે.
કોંગ્રેસી નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે સવારે ટ્વીટ કરીને કેન્દ્રની મોદી સરકારને ટાર્ગેટ કરી હતી. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારને સદ્ભાવપૂર્વક વિનંતી છે કે તેઓ પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચો કરવાના બદલે વેક્સિન, ઓક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપે.
આગામી દિવસોમાં આ સંકટ વધારે ગાઢ બનશે. તેનો સામનો કરવા માટે દેશે તૈયાર રહેવું પડશે. વર્તમાન દુર્દશા અસહનીય છે.
ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ને કોરોના થયો, આજે અમિત શાહ સાથે ઉદ્ઘાટનમાં હતા
