Site icon News Continuous Bureau | Mumbai

Subhas chandra Bose: નેતાજીના પૌત્રે પીએમને જાપાનથી સુભાષ ચંદ્ર બોઝની અસ્થિઓ પાછા લાવવાની અપીલ કરી.. જાણો વિગતે..

Subhas chandra Bose: મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝે રવિવારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાપાનના રેન્કોજીથી 18 ઓગસ્ટ સુધીમાં નેતાજીની અસ્થિ પરત લાવવાની અપીલ કરી હતી.

Subhas Chandra Bose Bones of Subhash Chandra Bose should be brought back to India from Japan... Netaji's grandson made this demand to the PM..

Subhas Chandra Bose Bones of Subhash Chandra Bose should be brought back to India from Japan... Netaji's grandson made this demand to the PM..

News Continuous Bureau | Mumbai

Subhas chandra Bose: 18મી ઓગસ્ટે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ છે. આ અવસરને ધ્યાનમાં રાખીને નેતાજીના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે ( Chandra Kumar Bose ) પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે અપીલ કરી છે. તે ઈચ્છે છે કે જાપાનના રેન્કોજી મંદિરમાંથી નેતાજીની અસ્થિઓ ભારત પરત લાવવામાં આવે.  

Join Our WhatsApp Channel

મિડીયા સાથે વાત કરતા નેતાજીના પૌત્રે કહ્યું હતું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ 18 ઓગસ્ટ, 1945ના રોજ આપણા દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમની અસ્થિઓ જાપાનના ( Japan ) રેન્કોજી મંદિરમાં રાખવામાં આવ્યા છે. તેથી પત્રમાં રાષ્ટ્ર વતી અપીલ કરવામાં આવી હતી કે તેમની અસ્થિઓ હવે ભારત પાછા લાવવામાં આવે, કારણ કે નેતાજી સ્વતંત્ર ભારતમાં પરત આવીને રહેવા માંગતા હતા, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હોવાથી તેઓ આવી શક્યા નહીં.

Subhas chandra Bose: તાજીની પુત્રી અનીતા બોઝ પેફ હિંદુ પરંપરા મુજબ નેતાજીના અંતિમ સંસ્કાર કરવા માંગે છે….

ચંદ્ર કુમાર બોઝે મિડીયા સાથે વાત કરતા વધુમાં કહ્યું હતું કે, નેતાજીની પુત્રી અનીતા બોઝ પેફ ( Anita Bose Pfaff ) હિંદુ પરંપરા મુજબ તેમના અંતિમ સંસ્કાર ( Subhas chandra Bose Funeral )  કરવા માંગે છે. નેતાજીની એકમાત્ર પુત્રી અનિતા બોઝ પેફેએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે પીએમ મોદીને ( Narendra Modi ) તેમના પિતાની અસ્થિઓ ભારત પરત લાવવાની અપીલ કરી છે જેથી તેઓ તેમના અંતિમ સંસ્કાર કરી શકે. 

આ સમાચાર પણ વાંચો: FPI Investor: વિદેશી રોકાણકારો આકર્ષાય રહ્યા છે ભારતીય શેરબજારથી, દરરોજ રોકાણ કરી રહ્યા છે આટલા કરોડ રુપિયા.. જાણો વિગતે

નેતાજીના પૌત્રે વધુમાં કહ્યું કે તેમને લાગે છે કે નેતાજીની અસ્થિઓ જાપાનના રેન્કોજી મંદિરમાં રાખવામાં આવે તે અનાદર છે. નેતાજીના પૌત્રે પત્રમાં કહ્યું, તેથી ભારત સરકાર દ્વારા અંતિમ નિવેદન આપવામાં આવે તે જરૂરી છે, જેથી ભારતના મુક્તિદાતા એટલે કે નેતાજી વિશેના ખોટા નિવેદનોનો અંત લાવી શકાય.

 નોંધનીય છે કે, રેંકોજી મંદિર ઓથોરિટી ભારત સરકારને અસ્થિઓ સોંપવા માટે તૈયાર છે. 18 ઓગસ્ટ, 1945ના રોજ તાઈપેઈમાં વિમાન દુર્ઘટનામાં બોઝના મૃત્યુને લઈને હાલ ઘણા વિવાદ છે, પરંતુ કેન્દ્ર સરકારે 2017માં આરટીઆઈ (માહિતીનો અધિકાર) ફાઇલિંગમાં પુષ્ટિ કરી હતી કે તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

US Iran War Threat। ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા, વ્હાઇટ હાઉસની હાઈલેવલ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એલર્ટ
Modi Govt Report Card।પીએમ મોદી સમક્ષ રજૂ થયું તમામ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કયા મંત્રાલયનું કામ રહ્યું સર્વશ્રેષ્ઠ
Weather Update। દિલ્હીમાં હવામાન પલટાયું તેજ પવન અને વાદળછાયા આકાશ વચ્ચે વરસાદ શરૂ, કાળઝાળ ગરમીમાંથી મુક્તિ
Ivanka Trump Assassination Plot Busted| ઈરાનની મિલિટરી IRGC ના નિશાના પર ઇવાન્કા ટ્રમ્પ? અમેરિકામાં હાઈએલર્ટ જાહેર
Exit mobile version