Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રગીતમાં જરૂરી ફેરફારો કરો.. સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાનને ટ્વિટર પર લખ્યો ખુલ્લો પત્ર..

 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

Join Our WhatsApp Channel

મુંબઈ

02 ડિસેમ્બર 2020

આપણું રાષ્ટ્રગીત ફરી એક વાર ચર્ચામાં છે. કેમકે, ભાજપના નેતા અને સ્કોલર એવાં સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને રાષ્ટ્રગીતમાં જરૂરી બદલાવ કરવા માટે પત્ર લખ્યો છે. તેમણે આગળ લખ્યું કે, 26 નવેમ્બર, 1949 ના રોજ બંધારણ સભાના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 'જન ગણ મન …' ને રાષ્ટ્રગીત તરીકે મત આપ્યા વિના સ્વીકાર્યો હતો. જો કે, રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ભવિષ્યમાં સંસદ આ ગીતના શબ્દો બદલી શકે છે, કારણ કે ઘણા સભ્યો, તે સમયે માનતા હતા કે આ ગીત અંગે ચર્ચા થવી જોઈએ. કેમકે 'જન ગણ મન.." ખાસ તો બ્રિટિશ રાજાને આવકારવા માટે 1912માં કોંગ્રેસ સત્રમાં ગવાયું હતું. એમ માનવામાં આવે છે.

તે સમયે સભ્યોની ભાવનાઓને સમજીને ડૉ.રાજેન્દ્ર પ્રસાદે આ કામ ભાવિ સંસદ પર છોડી દીધું હતું. આથી જ સ્વામીએ સંસદમાં એક ઠરાવ લાવવા વડા પ્રધાનને અપીલ કરી છે કે, "જન ગણ મનની ધૂનને ખલેલ પહોંચાડ્યા વિના તેના શબ્દો બદલવામાં આવે." સ્વામીએ એમ પણ સૂચવ્યું છે કે આમાં ફક્ત સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલા ફેરફારોને જ સ્વીકારી શકાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે 'જન ગણ મન ..' ગીત સૌ પ્રથમ 27 ડિસેમ્બર 1911 ના રોજ ગવાયું હતું. આ ગીત બંગાળી ભાષામાં રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. તે પહેલા આ ગીત 28 નવેમ્બરના રોજ અંગ્રેજી અખબારોની હેડલાઇન્સ બન્યું હતું. બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950 ના રોજ 'જન ગણ મન' ના હિન્દી સંસ્કરણને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.

Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Jantar Mantar CJP Protest ગૃહ મંત્રાલયની મનાઈ છતાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન; બેરિકેડ્સ તોડી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, પોલીસે ફરી કરી અટકાયત
Exit mobile version