Site icon

શાનદાર સ્કીમ- દીકરીના લગ્ન અને ભણતરની ચિંતામાંથી થઈ જાવ મુક્ત- એકસાથે મળશે 15 લાખ રૂપિયા

News Continuous Bureau | Mumbai

દીકરીનો જન્મ થતાં જ લોકો તેના ભણતર અને લગ્નની(marriage) ચિંતા કરવા લાગે છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ સરકારી યોજના(Government scheme) તમને તમામ ચિંતાઓમાંથી મુક્ત કરશે. જોકે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) જૂની છે. પરંતુ આજે પણ માહિતીના અભાવે 50 ટકા લોકો યોજનાનો લાભ લઈ શકતા નથી.

Join Our WhatsApp Community

તમને જણાવી દઈએ કે દરરોજ માત્ર 100 રૂપિયાની બચત કરીને તમે 15 લાખ રૂપિયાની મોટી રકમના હકદાર બની શકો છો. જો તમે પણ દીકરીના લગ્ન અને ભણતરની ચિંતામાંથી મુક્ત થવા માંગતા હોવ તો તમે વિલંબ કર્યા વિના આ યોજનામાં જોડાઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસના પંજામાંથી આઝાદ થયેલા ગુલામ નબી આઝાદે નવા રાજકીય પક્ષની કરી સ્થાપના- રાખ્યું આ નામ

આ કહે છે કેલ્ક્યુલેટર

જો તમે તમારી એક વર્ષની પુત્રી માટે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ(investment) કરવાનું શરૂ કરો છો, તો પાકતી મુદત પછી આ રકમ 15 લાખ રૂપિયાને વટાવી જશે. ધારો કે તમે 2022 માં તમારી ત્રણ વર્ષની પુત્રી માટે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કર્યું. તેના માટે તમારે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મતલબ તમારે રોજના 100 રૂપિયા બચાવવા પડશે. આ રીતે તમે એક વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana) 36,000 રૂપિયા જમા કરાવશો. આ રીતે તમે આ સ્કીમમાં કુલ 5,40,000 રૂપિયા જમા કરાવશો. તમારા રોકાણની રકમ પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ મળે છે.15 લાખ મેળવવાની રીતઆ રીતે વાર્ષિક ચક્રવૃદ્ધિ અનુસાર આ રકમ 9,87,637 રૂપિયા થશે. 21 વર્ષની પાકતી મુદત પછી તમને બંને રકમ ઉમેરીને કુલ 15,27,637 રૂપિયા મળશે. આવી સ્થિતિમાં જો તમે 23 વર્ષની ઉંમરે તમારી પુત્રીના લગ્ન કરશો, તો તે સમયે તમને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 15 લાખ રૂપિયાથી વધુ જમા થશે. તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરવામાં આવેલી રકમ ત્યારે જ મેચ્યોર થાય છે જ્યારે બાળકી 21 વર્ષની થાય. જો દીકરી 18 વર્ષની હોય તો પણ તમે આ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકો છો.

આ સમાચાર પણ વાંચો : આતુરતાનો અંત- આગામી મહિનાની આ તારીખે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ- વડાપ્રધાન મોદી કરશે લોન્ચ

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version