ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસમાં સામેલ રિટાયર્ડ જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાને શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા ધમકી આપવામાં આવી છે.
ધમકીમાં કહેવાયું છે કે ઈન્દુ મલ્હોત્રાને પીએમ મોદીની સુરક્ષા મામલે સેંધમારીની તપાસ કરવા દઈશુ નહીં.
સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે વડાપ્રધાન મોદી અને શીખોમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.
ઈન્દુ મલ્હોત્રા વડાપ્રધાન સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટની તપાસ કમિટીની ચેરપર્સન છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને આ મામલે ધમકીભર્યા ફોન આવ્યા હતા.
