Site icon News Continuous Bureau | Mumbai

 Supreme Court On MP-MLA Courts: MP-MLA પર વિરૂદ્ધ ફોજદારી મામલાઓને ઝડપથી ઉકેલો, સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ.. જાણો વિગતે..

 Supreme Court On MP-MLA Courts : સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસો બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે સાંસદો અને વિધાન સભ્યો સામેના ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

Speedy resolution of criminal cases against MP-MLAs, Supreme Court orders strict

Speedy resolution of criminal cases against MP-MLAs, Supreme Court orders strict

News Continuous Bureau | Mumbai 

  Supreme Court On MP-MLA Courts : સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસો બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે સાંસદો અને વિધાન સભ્યો સામેના ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા બનાવવી તેના માટે મુશ્કેલ હશે. જો કે, સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશો પોતે સુઓ મોટુ સંજ્ઞાન લઈ એક કેસ નોંધો તેમજ કોર્ટમાં ચાલતા કેસોનું ચીફ નિરીક્ષણ કરે.

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટે વધુમાં આદેશ આપતા કહ્યું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ કેસોના નિકાલ માટે સમયાંતરે જિલ્લા ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ લેતા રહે અને સાંસદ-ધારાસભ્ય વિરૂદ્ધ પેન્ડિંગ કેસની વિગતો સતત વેબસાઇટ પર અપડેટ કરે.

આ સમાચાર પણ વાંચો :  Madhya Pradesh: પંજાબ નેશનલ બેંકની ગંભીર બેદરકારી, બે લોકોને આપ્યો એક જ એકાઉન્ટ નંબર, પછી થયું આવુ.. જાણો શું છે આ મામલો..

હાલમાં દેશના 9 રાજ્યોમાં આવી 10 વિશેષ અદાલતો કાર્યરત છે…

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સાંસદો અને વિધાન સભ્યો સામેના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા માટે પહેલાથી જ એક વિશેષ કોર્ટની રચના કરી છે. આ કોર્ટોમાં આવા 65 કેસોની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. અરજદારોનું કહેવું છે કે સ્પેશિયલ કોર્ટમાં પણ ઘણા વર્ષોથી કેસ પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં સ્પેશિયલ કોર્ટ બનાવવાનું કોઈ તાત્પર્ય નથી રહેતું. હાલમાં દેશના 9 રાજ્યોમાં આવી 10 વિશેષ અદાલતો કાર્યરત છે.

સુપ્રીમ કોર્ટે દેશભરની તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા ન્યાયાધીશોને આ કેસોના નિકાલ માટે સમયાંતરે રિપોર્ટ લેતા રહેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદ/વિધાનસભ્ય વિરૂદ્ધ પેન્ડિંગ કેસની વિગતો વેબસાઇટ પર સતત અપડેટ થવી જોઈએ. એ જાણવું જોઈએ કે આ કેસ શા માટે પેન્ડિંગ છે. આ કેસોના નિકાલમાં વિલંબ કેમ થાય છે? કોર્ટે કહ્યું કે આ મામલાઓના નિકાલમાં કયા અવરોધો છે તે શોધવું જોઈએ…

 

Parliament Special Session Alert સંસદના વિશેષ સત્રની તૈયારી? 10 દિવસ સાંસદોને દિલ્હી આવવા તૈયાર રહેવા સૂચનાથી રાજકીય ચર્ચા શરૂ
Cyclone Akvan Alert વાવાઝોડું અકવાન નો ખતરો, આ તારીખે ૧૪૫ કિમી પ્રતિ કલાકના પવન સાથે ત્રાટકશે, દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ
Rahul Gandhi Vote Theft Claim અમેરિકામાં રાહુલ ગાંધીનો ‘વૉટ ચોરી’નો દાવો ભાજપનો પલટવાર, કહ્યું ‘તેઓ ભારતના મીર જાફર..’
Kulgam Terrorist Encounter કુલગામ એન્કાઉન્ટરમાં મોટી કાર્યવાહી આતંકી કમાન્ડર ઠાર, ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોની હિંમતને બિરદાવી..
Exit mobile version