ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે આ વર્ષથી જ મહિલાઓને એનડીએ પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવામાં આવે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, નેશનલ ડિફેન્સ એકેડમી મહિલાઓને આગામી વર્ષે એટલે કે મે 2022માં પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપશે.
જોકે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની માંગને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ વર્ષે 14 નવેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષામાં મહિલાઓને બેસવા દેવામાં આવે.
સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે મહિલાઓને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે. સંરક્ષણ મંત્રાલયે યુપીએસસી સાથે મળીને જરૂરી પગલાં લેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે ઓગસ્ટમાં મહત્વનો ચુકાદો આપીને મહિલાઓને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી(એનડીએ)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી.
સુપ્રીમ કોર્ટે સેનાને પણ ઝાટકીને કહ્યુ હતુ કે મહિલાઓને પરીક્ષામાં શામેલ ન કરવાનો નિર્ણય સીધી રીતે જેન્ડરના આધારે ભેદભાવ છે.
