Site icon

સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પર્સનલ લૉ- શરિયા કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરાઈ.. જાણો વધુ વિગતો 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

05 ડિસેમ્બર 2020 

ભારતમાં આઈપીસી અને મુસ્લિમ કાયદાની કલમ મુજબ મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન કરવાની છૂટ આપી આપવામાં આસિ છે. આ કાયદાને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારોએ જણાવ્યું છે કે કોઈ એક ખાસ સમુદાયને એકથી વધુ લગ્ન કરવાની મંજૂરી આપી શકાતી નથી. જ્યારે કે,  અન્ય ધર્મોમાં, બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સાથે, અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે આઈપીસીની કલમ – 445 અને શરિયા કાયદાની કલમ -2 ની જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે, જેના હેઠળ મુસ્લિમ પુરુષને એક કરતા વધારે લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટમાં અરજદાર વતી એડવોકેટે જણાવ્યું હતું કે મુસ્લિમ પેર્ન્સલ લો (શરિયા) એપ્લિકેશન એક્ટ 1937 અને આઈપીસીની કલમ 494 મુસ્લિમ પુરુષોને એક કરતા વધારે લગ્નની મંજૂરી આપે છે, જે ગેરબંધારણીય છે. 

અરજદારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે જો મુસ્લિમ સમુદાય સિવાય કોઈ હિન્દુ, પારસી અને ખ્રિસ્તી પુરુષ, પત્ની હોવા છતાં બીજા લગ્ન કરે છે, તો તેને આઈપીસીની કલમ 494 હેઠળ દોષી ઠેરવવામાં આવે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો આ રીતે જોવામાં આવે તો ધર્મના નામે બીજા લગ્નની મંજૂરી આપવી એ આઈપીસીની જોગવાઈઓમાં ભેદભાવ કરવા સમાન છે. ઉપરાંત, આવી જોગવાઈ સંવિધાનના આર્ટિકલ 14 મુજબ, સમાનતાના અધિકાર અને 15 મી કલમ (ધર્મ અને જાતિના આધારે ભેદભાવ નહીં) નો સીધો ઉલ્લંઘન છે. 

સુપ્રીમ કોર્ટમાં કરેલી પોતાની અરજીમાં અરજકર્તાના વકીલે જણાવ્યું હતું કે આઈપીસીની કલમ 494 હેઠળ જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ પત્ની હોવા છતાં બીજા લગ્ન કરે છે, તો જે વ્યક્તિએ આમ કર્યું છે તેને સાત વર્ષની કેદની સજા છે અને મોટા ભાગના કિસ્સામાં સજા થઈ પણ છે.

India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણ અપડેટ: PM મોદી હનુમાનગઢીના દર્શન નહીં કરે, કાર્યક્રમમાં થયો મોટો આંશિક ફેરફાર!
Exit mobile version