Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં રિલીઝ થશે ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ, કોર્ટે મમતા દીદી સરકારને તતડાવી, આ આદેશ પર મૂક્યો સ્ટે

Supreme Court stays West Bengal govt order banning film The Kerala Story

Supreme Court stays West Bengal govt order banning film The Kerala Story

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ફિલ્મ ધ કેરળ સ્ટોરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. 8 મેના રોજ મમતા સરકારે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના પ્રદર્શન પર પ્રતિબંધ ફરમાવતો આદેશ જારી કર્યો હતો.

Join Our WhatsApp Channel

આજે ‘ધ કેરળ સ્ટોરી’ કેસની સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું કે કાયદાનો ઉપયોગ જાહેર અસહિષ્ણુતાને પ્રોત્સાહિત કરવા માટે કરી શકાતો નથી, અન્યથા તમામ ફિલ્મો સાથે સમાન પરિસ્થિતિ ઊભી થશે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્યની ફરજ છે. દરમિયાન, ફિલ્મના નિર્માતાએ કોર્ટને જણાવ્યું હતું કે ‘ધ કેરળ સ્ટોરી’ને આપવામાં આવેલા પ્રમાણપત્ર સામે કોઈએ કોઈ વૈધાનિક અપીલ દાખલ કરી નથી.

આ સમાચાર પણ વાંચો: શા માટે OTT પર કામ નથી કરતા તારક મહેતા ના ‘જેઠાલાલ’? દિલીપ જોશી એ આપ્યો આ જવાબ

કોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું કે તે ફિલ્મને આપવામાં આવેલા પ્રમાણપત્રને પડકારતી અરજીઓ પર નિર્ણય લેતા પહેલા ‘ધ કેરળ સ્ટોરી’ જોવા માંગે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે તમિલનાડુમાં આ ફિલ્મ પર કોઈ પ્રતિબંધ નથી. આ સમયે કોર્ટે રાજ્ય સરકારને ફિલ્મ જોનારાઓની સુરક્ષાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Social Media Design Changes High Court Notice શું હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ની ડિઝાઈન બદલાશે? વ્યસન વધારતા ફીચર્સ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ!
Rahul Gandhi PM Modi UPI Tax Demand રાહુલ ગાંધી આક્રમક સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ કેમ? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો!
India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
Exit mobile version