News Continuous Bureau | Mumbai
Supreme Court: અદાલતો (Court) માં ન્યાયાધીશોને ‘માય લોર્ડ’ (My Lord ) અથવા ‘યોર લોર્ડશિપ’ ( Your Lordship ) તરીકે સંબોધવામાં આવે તે સામાન્ય છે, પરંતુ સુપ્રીમ કોર્ટના જજે બુધવારે એક સુનવણી દરમિયાન વકીલો દ્વારા વારંવાર ‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ તરીકે સંબોધવા પર નારાજગી વ્યક્ત કરી હતી. બુધવારે વારંવાર માય લોર્ડ સંબોધન સાંભળીને ન્યાયાધીશે ત્યાં સુધી કહ્યું કે જો તમે મને યોર લોર્ડશીપ કે માય લોર્ડ કહેવાનું બંધ કરશો તો હું મારા પગારનો અડધો ભાગ આપીશ.
સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં ન્યાયિક કાર્યવાહી દરમિયાન વકીલો સામાન્ય રીતે ન્યાયાધીશોને યોર લોર્ડશીપ અથવા માય લોર્ડ તરીકે સંબોધતા હોય છે. બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એએસ બોપન્ના ( Justice AS Bopanna ) સાથે બેન્ચના અન્ય વરિષ્ઠ જજ જસ્ટિસ પીએસ નરસિમ્હાએ ( Justice PS Narasimha ) એક વરિષ્ઠ વકીલને કહ્યું હતુ કે, “તમે મને કેટલી વાર ‘માય લોર્ડ્સ’ કહેશો? જો તમે એમ કહેવાનું બંધ કરશો તો હું તમને મારો અડધો પગાર આપીશ. “
આ સમાચાર પણ વાંચો : Mumbai: તહેવારની મોસમાં સોના ચાંદી અને રીયલ એસ્ટેટ, બધા ધંધામાં લાલધૂમ તેજી.. જુઓ મુંબઈ શહેરના આ આંકડા.. વાંચો વિગતે અહીં..
ન્યાયિક કાર્યવાહી દરમિયાન સામાન્ય રીતે આ સંબોધનો થતા હોય છે…
જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે તમે ‘સર’નો ઉપયોગ કેમ નથી કરતા. જો તમે માય લોર્ડ બોલવાનું કરો નહિંતર, હવેથી હું તેની ગણતરી કરવાનું શરૂ કરીશ કે વરિષ્ઠ વકીલે “માય લોર્ડ્સ” શબ્દો કેટલી વાર ઉચ્ચાર્યા.
ન્યાયિક કાર્યવાહી દરમિયાન વકીલો હંમેશા ન્યાયાધીશોને “માય લોર્ડ” અથવા “યોર લોર્ડશિપ” તરીકે સંબોધે છે. આ એક સંસ્થાનવાદી યુગની પ્રથા છે અને બ્રિટીશ કાળથી આ પરંપરા આપણી ત્યાં ચાલતી આવી છે.. જેમાં 2006 માં, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ વકીલ ન્યાયાધીશોને માય લોર્ડ અને યોર લોર્ડશિપ તરીકે સંબોધશે નહીં. જો કે દરખાસ્ત પસાર થયાના 17 વર્ષ બાદ પણ તેનો અમલ થતો નથી.
