Site icon

ન્યાયનો દિવસ- જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ મોટો નિર્ણય 

SC reserves verdict on batch of pleas on Maharashtra political row

મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષનો અંત.. શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો.. જાણો ક્યારે આવશે નિર્ણય..

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme court) આજે 103માં સંવિધાન સંશોધનની માન્યતાને પડકાર આપતી અરજી પર પોતાના ચુકાદો આપ્યો છે. બંધારણીય બેંચે ચુકાદો આપ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ આર્થિક અનામત માન્ય છે અને આ અનામત ગેરબંધારણીય નથી. 5 જજોની બેંચમાંથી ચાર જજ આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે CJI એ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે SC/ST/OBC સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ આ ચુકાદો 4:1 થી આવ્યો એમ કહી શકાય. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી દેશભરમાં આર્થિક અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થયો છે.

Join Our WhatsApp Community

કહેવાય છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની દૂરગામી અસર પડશે. બંધારણમાં સામાજિક રીતે પછાત જાતિઓ અને જનજાતિઓને અનામત આપવાની જોગવાઈ છે. જે બાદ દેશમાં આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાની માંગ ઉઠી હતી. તેના માટે 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ડબલ સીઝન- શહેરના આ બે વિસ્તારોમાં નોંધાયું અલગ અલગ તાપમાન

કેન્દ્ર સરકાર(Central govt)ના આ નિર્ણય વિરુદ્ધ 40 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ ઉદય લલિતે ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યા બાદ તરત જ આ કેસની બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. 

જણાવી દઈએ કે આ કેસની મેરેથોન સુનાવણી લગભગ સાત દિવસ સુધી ચાલી હતી, જ્યાં વરિષ્ઠ વકીલોએ અરજદારોની તરફેણમાં દલીલો કરી હતી, ત્યારબાદ (તત્કાલીન) એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EWS ક્વોટાના બચાવમાં તેમની દલીલો રજૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: અંધેરીનો ગોખલે બ્રિજ 7 નવેમ્બરથી વાહન વ્યવહાર માટે રહેશે બંધ – હવે આ વૈકલ્પિક માર્ગ પરથી કરી શકશો મુસાફરી

Vijay Kumar Malhotra: BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન, શિક્ષણ અને ખેલ પ્રશાસનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન.
BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Exit mobile version