Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, હવે ચૂંટણી પંચની નિયુક્તિ PM, વિપક્ષ નેતા અને CJI કરશે..

ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે પીએમ, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતાની સમિતિ કરશે.

Supreme Court's order on Chief Election Commissioner and ECs' selection

સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, હવે ચૂંટણી પંચની નિયુક્તિ PM, વિપક્ષ નેતા અને CJI કરશે..

News Continuous Bureau | Mumbai

ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક હવે પીએમ, મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતાની સમિતિ કરશે.

Join Our WhatsApp Channel

સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે 5-0 સર્વસંમતિથી આપેલા નિર્ણયમાં કહ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી ત્રણ સભ્યોની સમિતિની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, જ્યાં સુધી સંસદ આ નિમણૂક માટે કાયદો નહીં બનાવે ત્યાં સુધી આ નિયમ ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો  : બેંક ગ્રાહકો માટે ખુશખબર: બદલી જશે બેંક ખુલવા અને બંધ થવાનો સમય, જાણો હવે શું હશે

કોર્ટે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો લોકસભામાં વિપક્ષનો કોઈ નેતા ન હોય તો પણ આવી સ્થિતિમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીનો નેતા સમિતિમાં હશે. ઉલ્લેખનીય છે કે ખંડપીઠે ગયા વર્ષે 24 નવેમ્બરે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

Omar Abdullah Marries Nidhi Razdan જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે કર્યા લગ્ન સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કહ્યું, ‘નવા સફરની શરૂઆત’
INDIA Bloc Charges Against CEC Gyanesh Kumar ચૂંટણી ચોરી અને ૧૩.૨ કરોડ મતદારોના નામ હટાવવાનો દાવો મલ્લિકાર્જુન ખડગેએ CEC જ્ઞાનેશ કુમાર પર લગાવ્યા ૬ ગંભીર આરોપ
Air Chief Marshal Ashutosh Dixit Takes Charge એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ૨૯મા વાયુસેના વડા તરીકે કમાન સંભાળી ૪૨ વર્ષની સેવા બાદ એપી સિંહ થયા નિવૃત્ત
Opposition Parties Skip Ramlila Maidan Rally રામલીલા મેદાનની વિપક્ષી રેલીથી આ ૪ પક્ષો રહેશે દૂર ટીવીકે અને બીજેડીએ પોતાની રાજકીય ભૂમિકા સ્પષ્ટ કરી
Exit mobile version