Surgeon Vice Admiral Kavita Sahai: સર્જન વાઈસ એડમિરલ કવિતા સહાય SM, VSMએ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નૌકાદળ) તરીકે સંભાળ્યો ચાર્જ, જાણો તેમના વિશે.

Surgeon Vice Admiral Kavita Sahai : સર્જન વાઈસ એડમિરલ કવિતા સહાયે, એસએમ, વીએસએમ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નૌકાદળ) તરીકે ચાર્જ સંભાળ્યો

News Continuous Bureau | Mumbai

Surgeon Vice Admiral Kavita Sahai: સર્જન વાઇસ એડમિરલ કવિતા સહાય, SM, VSMએ 14 ઓક્ટોબર 24ના રોજ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (નેવી) તરીકેનો ચાર્જ સંભાળ્યો. ફ્લેગ ઓફિસરને 30 ડિસેમ્બર 1986ના રોજ આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા.  

Join Our WhatsApp Community

પ્રતિષ્ઠિત આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણેની ભૂતપૂર્વ વિદ્યાર્થી ( Kavita Sahai ) , તેમણે પેથોલોજીમાં વિશેષતા પ્રાપ્ત કરી છે અને પ્રતિષ્ઠિત AIIMS, નવી દિલ્હીમાંથી ઓન્કોપેથોલોજીમાં સુપર સ્પેશિયલાઇઝ્ડ છે. તેઓ AHRR અને BHDC ખાતે લેબ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વડા રહી ચૂક્યા છે. તેઓ પેથોલોજી વિભાગ, AFMC, પુણેમાં પ્રોફેસર પણ રહી ચુક્યાં છે. ડીજીએમએસ (નેવી) તરીકેનો ચાર્જ ( Director General Medical Services (Navy) ) સંભાળતા પહેલા, તેઓ AMC સેન્ટર એન્ડ કોલેજ અને O i/C રેકોર્ડ્સની પ્રથમ મહિલા કમાન્ડન્ટ હતાં. આર્મી મેડિકલ કોર્પ્સના કર્નલ કમાન્ડન્ટ તરીકે ચૂંટાયેલા તે પ્રથમ મહિલા અધિકારી છે. તેમણે તબીબી શિક્ષણમાં વિશેષ રસ છે અને 2013-14માં ફિલાડેલ્ફિયા, યુએસએથી મેડ એજ્યુકેશનની પ્રગતિ માટે પ્રતિષ્ઠિત ફાઉન્ડેશન ફોર એડવાન્સમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (FAIMER) ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી.

Surgeon Vice Admiral Kavita Sahai, SM, VSM assumed charge as Director General Medical Services (Navy)

Surgeon Vice Admiral Kavita Sahai, SM, VSM assumed charge as Director General Medical Services (Navy)

આ સમાચાર પણ વાંચો : International E-Waste Day: ગુજરાતમાં વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિનની ઉજવણી.. GPCBએ કર્યું સેમિનારનું આયોજન, આટલા લાખથી વધુ મેટ્રિકટન કરાયું ઇ-વેસ્ટ એકત્ર.

તેમની વિશિષ્ટ સેવા બદલ, ફ્લેગ ઓફિસરને ( Surgeon Vice Admiral Kavita Sahai ) 2024માં સેના મેડલ અને 2018માં વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે અને 2008 અને 2012માં બે વાર આર્મી સ્ટાફ ( Army Medical Corps ) અને 2010માં GOC-in-C (WC) દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version