Site icon

લ્યો બોલો.. મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષમાં ટ્રોલ થયા ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ, વિપક્ષી સાંસદોએ સીધી રાષ્ટ્રપતિને કરી ફરિયાદ.. પત્ર લખી કરી આ માંગ..

take action against those trolling the chief justice opposition mp letter to president

લ્યો બોલો.. મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષમાં ટ્રોલ થયા ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડ, વિપક્ષી સાંસદોએ સીધી રાષ્ટ્રપતિને કરી ફરિયાદ.. પત્ર લખી કરી આ માંગ..

News Continuous Bureau | Mumbai

 સોશિયલ મીડિયા પર અવાર નવાર વિપક્ષી પાર્ટીના નેતાઓને ટ્રોલ કરવામાં આવે છે.  પરંતુ હવે બીજેપી સમર્થકો ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને ઠપકો આપ્યો હતો. જેના કારણે ચીફ જસ્ટિસને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને ટ્રોલ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રચુડે તત્કાલીન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભૂમિકાની આકરી ટીકા કરી હતી. હાલમાં જ સુનાવણી પૂરી થઈ છે અને સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. કેસ હજુ ન્યાયાધીન છે. જોકે, મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડને મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષો (ભાજપ અને શિંદે જૂથ)ના સમર્થકો દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાની જેમ જ H3N2 વાયરસનો કરવામાં આવશે સામનો, આ કંપની બનાવી રહી છે રસી…

પત્રમાં આ નેતાઓની સહી

કોંગ્રેસના સાંસદ વિવેક ટંખાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં 13 વિપક્ષી નેતાઓના હસ્તાક્ષર છે. વિવેક તંખાની સાથે કોંગ્રેસના દિગ્વિજય સિંહ, શક્તિસિંહ ગોહિલ, પ્રમોદ તિવારી, અમી યાજ્ઞિક, રણજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા, સપાના નેતાઓ રામ ગોપાલ યાદવ, જયા બચ્ચનનો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રપતિ આ મામલામાં શું કાર્યવાહી કરે છે.

હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રપતિ આ મામલામાં શું કાર્યવાહી કરે છે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version