Site icon

હાથના કર્યા હૈયે વાગ્યા.. તાલિબાની નેતાએ ભારત-પાકિસ્તાન યુદ્ધનો આ જૂનો ફોટો શેર કરી ઉડાવી પાકિસ્તાનની મજાક.. કહ્યું- અફઘાનિસ્તાનથી દૂર રહો…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાલિબાને માત્ર પાકિસ્તાની સેનાની ઠેકડી ઉડાવી નથી, પરંતુ દાયકાઓ જૂના ઘાને પણ તાજા કરી દીધા છે. કતારમાં તાલિબાનના ટોચના નેતા અહેમદ યાસિરે પાકિસ્તાનને 1971ના યુદ્ધની યાદ અપાવી અને સાથે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હુમલો કરશે તો 1971ના યુદ્ધનું પુનરાવર્તન થશે.

Taliban leader mocks Pakistan, shares pic of surrender to India in 1971 war

હાથના કર્યા હૈયે વાગ્યા.. તાલિબાની નેતાએ ભારત-પાકિસ્તાન યુદ્ધનો આ જૂનો ફોટો શેર કરી ઉડાવી પાકિસ્તાનની મજાક.. કહ્યું- અફઘાનિસ્તાનથી દૂર રહો…

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન ( Pakistan ) અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાલિબાને ( Taliban leader ) માત્ર પાકિસ્તાની સેનાની ઠેકડી ઉડાવી નથી, પરંતુ દાયકાઓ જૂના ઘાને પણ તાજા કરી દીધા છે. કતારમાં તાલિબાનના ટોચના નેતા અહેમદ યાસિરે પાકિસ્તાનને 1971ના યુદ્ધની યાદ અપાવી અને સાથે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં હુમલો કરશે તો 1971ના યુદ્ધનું પુનરાવર્તન થશે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ ( surrender to India ) અફઘાનિસ્તાનથી દૂર રહેવું જોઈએ જેથી કરીને બીજું યુદ્ધ ન થાય.

Join Our WhatsApp Community

તાલિબાન સભ્ય અહેમદ યાસિરે ટ્વિટ કરીને પાકિસ્તાનને તાલિબાન પર હુમલો કરવા સામે ચેતવણી આપી છે, જેમાં તેણે ભારતની સામે આત્મસમર્પણની તસવીર શેર કરી છે. તેણે ટ્વિટમાં લખ્યું છે કે સૈન્ય હુમલા વિશે વિચારવું એ ભારત સાથેના સૈન્ય કરારનું શરમજનક પુનરાવર્તન હશે. આ તસવીરમાં પાકિસ્તાનનું વિભાજન અને બાંગ્લાદેશનું નિર્માણ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકી હુમલા માટે સેનાએ અફઘાનિસ્તાનમાં છુપાયેલા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. પાકિસ્તાનની કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટીએ આ મહિનાની શરૂઆતમાં દેશની સેનેટ સ્ટેન્ડિંગ કમિટી ઓન ઈન્ટિરિયરને જણાવ્યું હતું કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) હજી પણ તાલિબાન સાથે મળીને મજબૂત રીતે કામ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેંકે જાહેર કર્યા દેશની સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર બેંકોના નામ.. જાણી લો નામ, ક્યારેય નહીં ડૂબે તમારા પૈસા

પાકિસ્તાની સેનાના 93,000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું

બાંગ્લાદેશની રચનાને પાકિસ્તાનની સેનાની સૌથી મોટી હારનો એક ભાગ માનવામાં આવે છે. નોંધનીય છે કે, તે બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું સૈન્ય સમર્પણ હતું. આ યુદ્ધમાં પાકિસ્તાની સેનાના 93,000 સૈનિકોએ ભારત સામે શસ્ત્રો મૂકી દીધા હતા. 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય વાયુસેના (IAF) બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સંરક્ષણ દળો દ્વારા આ બિનઉશ્કેરણીજનક હુમલાઓનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version