ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 લોકો શહીદો થતા દેશમાં શોકની લહેર છે.
આ દરમિયાન દુર્ઘટનાને લઈને અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે.
અટકળો વચ્ચે, ભારતીય વાયુસેનાએ કહ્યું કે, દુર્ઘટનાના કારણની તપાસ માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરી બનાવવામાં આવી છે અને ઝડપી તપાસ હાથ ધરવામાં આવશે.
સાથે એમ પણ કહ્યું કે શહીદોની ગરિમાનું સન્માન કરવા માટે, પાયાવિહોણી અટકળો ટાળી શકાય છે.
ગત 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા છે
