Site icon News Continuous Bureau | Mumbai

Tamil Nadu Government Formation 2026। વિજયના સપના પર પાણી? DMK અને AIADMK મળીને બનાવશે સરકાર? જાણો લેટેસ્ટ અપડેટ

Tamil Nadu Government Formation 2026। બહુમતના આંકડા માટે TVK ને હજુ 5 ધારાસભ્યોની જરૂર; રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ પણ સરકાર રચવા પર અનિશ્ચિતતા.

Tamil Nadu Government Formation 2026। વિજયના સપના પર પાણી? DMK અને AIADMK મળીને બનાવશે સરકાર? જાણો લેટેસ્ટ અપડેટ

Tamil Nadu Government Formation 2026। વિજયના સપના પર પાણી? DMK અને AIADMK મળીને બનાવશે સરકાર? જાણો લેટેસ્ટ અપડેટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Tamil Nadu Government Formation 2026। તમિલનાડુના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ટીવીકે (TVK) પ્રમુખ વિજય સરકાર રચવાના પ્રયાસોમાં છે, પરંતુ તેમની સામે હવે એક મોટું સંકટ આવીને ઊભું રહ્યું છે. એવા સંકેતો મળી રહ્યા છે કે દ્રવિડ રાજકારણના કટ્ટર દુશ્મન ગણાતા DMK અને AIADMK પણ વિજયને બહુમત મેળવતા રોકવા માટે એકબીજા સાથે હાથ મિલાવી શકે છે. આ રાજકીય ગરમાગરમી વચ્ચે વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે, પરંતુ રાજ્યપાલ તેમના બહુમતના દાવાથી સંપૂર્ણ સંતુષ્ટ જણાતા નથી.

બહુમતના જાદુઈ આંકડાની લડાઈ

234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં ટીવીકે (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વિજય બે બેઠકો પરથી જીત્યા હોવાથી પાર્ટીની સંખ્યા 107 ગણાય છે. બહુમત માટે 117 નો આંકડો જોઈએ છે, જેમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોના સમર્થન બાદ પણ તેમને હજુ 5 વધુ ધારાસભ્યોની જરૂર છે. ટીવીકે સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ અન્ય સહયોગી પક્ષો પાસેથી સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પક્ષે સકારાત્મક સંકેત આપ્યા નથી.

DMK અને AIADMK વચ્ચે વધતી નિકટતાની ચર્ચાઓ

રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાઓ છે કે વિજયને રોકવા માટે DMK અને AIADMK નજીક આવી રહ્યા છે. DMK પ્રવક્તા સરવનન અનાદુરાઈએ કોંગ્રેસ દ્વારા ટીવીકેને સમર્થન આપવાના નિર્ણયને ‘પીઠમાં ખંજર ભોંકવા’ જેવો ગણાવ્યો છે. બીજી તરફ, AIADMK એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં ટીવીકેને સમર્થન નહીં આપે. તણાવપૂર્ણ વાતાવરણને જોતા AIADMK ના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે પુડુચેરીના એક રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે.

રાજ્યપાલનો નિર્ણય અને અનિશ્ચિતતા

વિજયે રાજ્યપાલને કોંગ્રેસના ધારાસભ્યોની યાદી સોંપી છે, પરંતુ રાજ્યપાલે હજુ સુધી સરકાર રચવા માટે કોઈ આમંત્રણ આપ્યું નથી. રાજ્યપાલનું માનવું છે કે સરકાર રચવા માટે વિજયે સ્પષ્ટ બહુમતીનો સબૂત આપવો પડશે. આ સ્થિતિમાં 7 મેના રોજ નવી સરકારના શપથ ગ્રહણની સંભાવના નહિવત છે. કોંગ્રેસની લોકસભા સદસ્ય જ્યોતિમણિએ આ વિલંબની ટીકા કરતા કહ્યું છે કે બહુમત સાબિત કરવાનું સ્થળ વિધાનસભા છે, રાજભવન નહીં.

👉 આ સમાચાર વાચો:
West Bengal BJP Victory 2026| બંગાળમાં કમળ ખીલતા જ વિદેશમાં ઉજવણી? આ દેશે PM મોદીની જીતને ગણાવી ‘ઐતિહાસિક’, જાણો કયો દેશ થયો ગદગદ

Kiren Rijiju calls Rahul Gandhi સંસદમાં હંગામા વચ્ચે કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને કર્યો ફોન, આ સંવેદનશીલ અને મહત્ત્વના વિષયો પર થઇ ચર્ચા
Shiv Sena Symbol Verdict શું વિધાનમંડળમાં પડેલી ફૂટને રાજકીય પક્ષની ફૂટ ગણાવી શકાય? સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો મોટો સવાલ
Assam four lane highway આસામમાં કનેક્ટિવિટી સુધારવા કેન્દ્ર સરકારની મોટી ભેટ, નવા ફોરલેન હાઇવે પ્રોજેક્ટને મંજૂરી..
Shiv Sena Symbol Verdict સુપ્રીમ કોર્ટમાં શિવસેના સિમ્બોલ વિવાદ પર સુનાવણી કપિલ સિબ્બલે બંધારણીય પ્રશ્નો ઉઠાવીને ચૂંટણી પંચની ભૂમિકા સામે નોંધાવ્યા વાંધા
Exit mobile version