Site icon

વાહ શું વાત છે!! આ ભારતીય કંપનીએ 1 લાખથી વધુ લોકોને નોકરી આપી. જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ભારત (India)ની સૌથી મોટી અને નામાંકિત કહેવાતી IT કંપની(IT Company) ટાટા કન્સ્લટન્સી સર્વિસે (TCS) એક વર્ષમાં નોકરી આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. માર્ચ 2022 સુધી, આ કંપનીએ એક વર્ષમાં 1,03,546 લોકોને નોકરી આપી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 40,000 વધુ લોકોને નોકરી આપી છે. 

Join Our WhatsApp Community

દેશમાં ટાટા કન્સ્લટન્સી એક જાણીતી કંપની છે. તેણે એક વર્ષમાં નોકરી આપવાનો તો રેકોર્ડ બનાવ્યો છે પણ સાથે જ ક્વાર્ટરમાં પણ નોકરીઓમાં TCS એ  રેકોર્ડ બનાવ્યો છે.

આ કંપનીએ એક ક્વાર્ટરમાં અત્યાર સુધીના સૌથી વધુ 35,209 કર્મચારીઓને રોજગારી આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ફ્રેશર્સને સંપૂર્ણ તકો આપી રહી છે. નાણાકીય વર્ષ 2022 માં, TCS એ 78,000 ફ્રેશર્સને તક આપી હતી, જે ગયા વર્ષ કરતાં 40,000 વધુ છે. એક જ ક્વાર્ટરમાં કંપનીનો એટ્રિશન રેટ (Attrition rate)વધીને 17.4 ટકા થયો, જે વર્ષની શરૂઆતમાં 8.6 ટકા હતો અને ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં 11.9 ટકા હતો.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કોરોનાથી થયેલા મૃત્યુ પર ક્લેમ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરી. જાણો કેટલા દિવસમાં કરવી પડશે અરજી…

ટાટાની સૌથી વધુ કમાણી કરતી કંપનીઓમાં TCSનું નામ અગ્રણી છે. જોકે એટ્રિશને ચિંતા વધારી છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે (Kotak Institutional Equities) એક નોંધમાં એટ્રિશન વિશે જણાવ્યું છે કે ટેલેન્ટની અછત ચાલુ રહેશે કારણ કે IT ઉદ્યોગે વિક્રમજનક સંખ્યામાં ફ્રેશર ઉમેર્યા છે. 'અમે અપેક્ષા રાખીએ છીએ કે કંપનીઓ તરફથી મજબૂત હાયરિંગ અને વધુ રેટ ઘટાડાને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં એટ્રિશનમાં ઘટાડો શરૂ થશે.' 

ગયા નાણાકીય વર્ષના અંતે, કંપનીમાં કર્મચારીઓની કુલ સંખ્યા 592,195 હતી. કંપની અપેક્ષા રાખે છે કે ફ્રેશર્સના આગમન સાથે, સપ્લાયમાં સુધારો થશે અને કર્મચારીઓની સંખ્યામાં વધારો થશે.

Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Exit mobile version