Tahreek-E- Hurriyat: ગૃહ મંત્રાલયે ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

Tahreek-E- Hurriyat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી જણાશે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે આ જૂથ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે

Centre declares Geelani's Tehreek-e-Hurriyat unlawful

Centre declares Geelani's Tehreek-e-Hurriyat unlawful

News Continuous Bureau | Mumbai

Tahreek-E- Hurriyat: ભારત સરકારે ( Indian Govt ) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર ( Jammu Kashmir )  (TeH)’ને ‘ગેરકાનૂની સંગઠન’ ( Unlawful Association ) તરીકે જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સંગઠન J&K ને ભારત ( India ) થી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ J&K માં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે”. 

Join Our WhatsApp Community

ગૃહમંત્રીએ કહ્યું કે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ( PM Modi ) ની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi : પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે

તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) નો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે, જે ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે પ્રતિકૂળ છે. આ સંગઠન વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, આર્મ્સ એક્ટ, RPC અને IPC વગેરેની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Exit mobile version