Site icon

Telangana: તેલંગાણાના આ મંત્રીનો સ્ટેજ પર બધાની સામે જ તેમના સુરક્ષા રક્ષકને લાફો મારતો વિડીયો વાઇરલ.. જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

Telangana: તેલંગાણાના ગૃહપ્રધાન મોહમ્મદ મહેમૂદ અલીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં મોહમ્મદ અલી તેમના સુરક્ષા રક્ષકને લાફો મારતા દેખાઇ રહ્યાં છે. કાર્યક્રમ દરમીયાન તેમણે એક નજીવા કરાણસર તેમના સુરક્ષા રક્ષકને લાફો માર્યો હતો.

Telangana Video of Telangana Home Minister slapping his security guard on stage in front of everyone goes viral

Telangana Video of Telangana Home Minister slapping his security guard on stage in front of everyone goes viral

News Continuous Bureau | Mumbai 

Telangana: તેલંગાણાના ગૃહપ્રધાન ( Telangana Home Minister ) મોહમ્મદ મહેમૂદ અલીનો ( Mohammad Mahmood Ali ) એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ ( Viral Video ) થઇ રહ્યો છે. આ વિડીયોમાં મોહમ્મદ અલી તેમના સુરક્ષા રક્ષકને ( security guard )  લાફો ( Slapping ) મારતા દેખાઇ રહ્યાં છે. મોહમ્મદ અલી તેલંગાણાના પશુ પાલન પ્રધાન ( Telangana Animal Husbandry Minister ) શ્રીનિવાસ યાદવના ( Srinivas Yadav ) જન્મ દિવસના કાર્યક્રમમાં ગયા હતાં. આ કાર્યક્રમ દરમીયાન તેમણે એક નજીવા કરાણસર તેમના સુરક્ષા રક્ષકને લાફો માર્યો હતો.

Join Our WhatsApp Community

આ વાઇરલ વિડીયોમાં દેખાઇ રહ્યું છે કે, ગૃહ પ્રધાન મોહમ્મદ અલી શ્રિનિવાસ યાદવને ભેટીને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. પછી બુકે આપવા માટે તેઓ તેમના સુરક્ષા રક્ષક તરફ ફર્યા અને હાથથી તેને ઇશારો પણ કર્યો. એટલામાં જ સુરક્ષા રક્ષક તેમની નજીક આવ્યો અને તેના હાથમાં બુકે ન દેખાતા મોહમ્મદ અલીને ગુસ્સો આવ્યો અને તેમણે સુરક્ષા રક્ષકને બધાની સામે જ લાફો મારી દીધો હતો.

 આ સમાચાર પણ વાંચો : Canada: કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પ્લેન ક્રેશ, બે ભારતીય પાયલોટ સહિત આટલાના મોત.. જાણો હાલ કેવી છે સ્થિતિ.. વાંચો વિગતે અહીં….

શું છે મામલો..

એક વેબ પોર્ટલમાંથી મળતી માહિતી મુજબ આ વિડીયો 6 ઓક્ટોબરનો છે. તેલંગણાના પશુ પાલન પ્રધાન શ્રીનિવાસ યાદવના જન્મ દિવસ નિમિત્તે મોહમ્મદ અલી તેમને શુભકામનાઓ આપવા ગયા હતાં. જ્યાં સુરક્ષા રક્ષકે બુકે આપવામાં મોડુ કરતાં ગુસ્સે થયેલ મોહમ્મદ અલીએ પોતાના જ સુરક્ષા રક્ષકને લાફો મારી દીધો હતો. શ્રીનિવાસે તેમને શાંત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

દરમીયાન આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તેના પર નેટ યુઝર્સે ખૂબ ટીકા પણ કરી છે. લોકોએ તેલંગણાના ગૃહ પ્રધાન સામે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.

Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
Exit mobile version