News Continuous Bureau | Mumbai
Telegram ban in India નીટયુજી પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિ અટકાવવાના હેતુથી સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ (Temporary Ban) મૂક્યો છે. આ પગલાં સામે ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડ્યુરોવે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય કાયદા હેઠળ કોઈપણ એપ કે વેબસાઈટને બંધ કરવાની સત્તા અને તેની પાછળની કાયદાકીય પ્રક્રિયા શું છે, તે સમજવું ખૂબ જરૂરી છે.
Telegram ban in India – આઈટી એક્ટ (IT Act) ની કલમ 69એ ની સત્તા
ભારતમાં કોઈપણ ઓનલાઈન કન્ટેન્ટ કે એપ્લિકેશનને બ્લોક કરવાનો મુખ્ય કાયદો ‘ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000’ (IT Act) છે. આ કાયદાની કલમ 69એ (Section 69A) સરકારને અમુક ખાસ પરિસ્થિતિઓમાં કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ સુધીની પહોંચ અટકાવવાની સત્તા આપે છે. સરકાર દેશની અખંડિતતા, સુરક્ષા, જાહેર વ્યવસ્થા (Public Order) કે કોઈ ગુનાને પ્રોત્સાહન મળતું અટકાવવા માટે આ કલમનો ઉપયોગ કરી શકે છે. નીટ પરીક્ષાના કિસ્સામાં, સરકાર પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા અને નકલખોરી કે પેપર લીક જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે આ જોગવાઈનો આધાર લઈ રહી છે.
Telegram ban in India – બ્લોકિંગની સંપૂર્ણ પ્રક્રિયા (Process)
એપ બ્લોક કરવાની પ્રક્રિયા માત્ર આઈટી એક્ટ પર જ નહીં, પણ ‘આઈટી રૂલ્સ, 2009’ (IT Rules 2009) પર પણ આધારિત છે. જ્યારે કોઈ એજન્સી કોઈ એપને ખતરો માને છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને ભલામણ કરે છે. ત્યારબાદ એક આંતર-મંત્રાલય સમિતિ (Inter-ministerial Committee) આ આરોપોની તપાસ કરે છે. જો આ સમિતિ સંતુષ્ટ થાય, તો આઈટી સચિવની મંજૂરી બાદ બ્લોકિંગનો આદેશ જારી કરવામાં આવે છે. કટોકટીના સમયે સરકાર તાત્કાલિક અસરથી ‘ઇમરજન્સી બ્લોકિંગ’ આદેશ પણ આપી શકે છે, જેની પાછળથી સમીક્ષા કરવામાં આવે છે.
Telegram ban in India – ન્યાયિક પડકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
બંધારણના અનુચ્છેદ 19(1)(એ) હેઠળ નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Expression) મળેલી છે, પરંતુ તે અબાધિત નથી. સરકાર અનુચ્છેદ 19(2) હેઠળ વાજબી નિયંત્રણો મૂકી શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે ‘શ્રેયા સિંઘલ કેસ’માં સ્પષ્ટ કર્યું હતું કે બ્લોકિંગના આદેશ મનસ્વી ન હોઈ શકે. તેમાં ‘પ્રમાણસરતાનો સિદ્ધાંત’ (Principle of Proportionality) જળવાવો જોઈએ, એટલે કે જો સમસ્યા માત્ર અમુક ચેનલો સુધી મર્યાદિત હોય, તો આખી એપ બંધ કરવાને બદલે માત્ર તે ચેનલો પર કાર્યવાહી થવી જોઈએ. ટેલિગ્રામ દ્વારા આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવતા, હવે આ બાબતે કાયદાકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.
👉 આ સમાચાર વાચો:
Shiv Sena UBT MP split શિવસેના (UBT) માં મોટો ભંગાણનો ખતરો 3 સાંસદોએ વ્હીપની અવગણના કરતા રાજકીય ગરમાવો
