વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની ઝપેટમાં ફસાયેલા 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક રાજ્યમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળ. આ તમામ બીજી લહેર પહેલાના લક્ષણ છે.
આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસી પર ધ્યાન આપવાનું રહેશે. જે રાજ્યોમાં કેસ વધી રહ્યા છે તેમણે પ્રોએક્ટિવ મેજર લેતા ત્રીજી લહેરની આશંકાને રોકવી પડશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 80 ટકા એ જ રાજ્યોમાંથી છે જેમની સાથે પીએમ મોદીએ ચર્ચા કરી છે. જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળનો સમાવેશ થાય છે.
