ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસને લીધે 4,529 લોકોનાં મૃત્યુ થયાં છે. ભારતમાં અત્યાર સુધીમાં મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે. જોકે રાહતના સમાચાર એવા છે કે ગત ૨૪ કલાકમાં 2,67,000 નવા કેસ સામે આવ્યા છે, જેની સામે 3,89,001 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ભારત દેશમાં ઍક્ટિવ કેસનો આંકડો ૩૨ લાખ છે. જ્યારે આખા દેશમાં અત્યાર સુધીમાં અઢી કરોડ લોકો વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં હજી અનેક જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત્ છે.